મુજને અડશો મા! / દયારામ

“મુજને અડશો મા! આઘા રહો અલબેલા છેલા! અડશો મા!, અંક ભર્યાના સમ ખાઓ તો અધર તણો રાસ પાઉં; કહાન કુંવર! સાળા છો, અડતાં હું કાળી થઈ જાઉં!”…મુજને. “તું મુજને અડતા શ્યામ થઈશ તો હું ક્યમ નઈ થાઉં ગોરો? ફરી મળતાં રંગ અદલાબદલી, મુજ મોરો, તુજ તોરો!”…મુજને. “કાળી થયાનું કામ નથી, પણ લગ્ન લોકમાં ઠરશે; લઘુ… Continue reading મુજને અડશો મા! / દયારામ

Published
Categorized as Dayaram

પ્રેમરસ / દયારામ

જે કોઈ પ્રેમઅંશ અવતરે, પ્રેમરસ તેના ઉરમાં ઠરે. સિંહણ કેરું દૂધ હોય તે સિંહણસુતને જરે, કનકપાત્ર પાખે સહુ ધાતુ ફોડીને નીસરે. – જે કોઈ. સક્કરખોરનું સાકર જીવન, ખરના પ્રાણ જ હરે, ક્ષારસિંધુનું માછલડું જેમ મીઠા જળમાં મરે. – જે કોઈ. સોમવેલી રસપાન શુદ્ધ જે બ્રાહ્મણ હોય તે કરે; વગળવંશીને વમન કરાવે, વેદવાણી ઊચરે. – જે… Continue reading પ્રેમરસ / દયારામ

Published
Categorized as Dayaram

દામોદર! દુઃખડા કાપો રે! / દયારામ

દામોદર! દુઃખડા કાપો રે! પાવલે લાગું! નંદલાલ! નિકજાનંદ આપો રે! – એ વર માંગુ! વ્હાલાજી! હું છું પળ પળનો અપરાધી ભરેલો આધિવ્યાધિ રે, પાવલે લાગું! દામોદર!. વ્હાલાજી! હું તો તમારા બળથી ઘણો ગાજું, જાણો છો, કહું શું ઝાઝું રે? પાવલે લાગું! દામોદર!. વ્હાલાજી! હું જેવો તેવો તોય છું તમારો, આધાર અવર નહીં મારો રે! પાવલે… Continue reading દામોદર! દુઃખડા કાપો રે! / દયારામ

Published
Categorized as Dayaram

ચિત્ત તું શીદને ચિંતા ધરે / દયારામ

ચિત્ત તું શીદને ચિંતા ધરે ? કૃષ્ણને કરવું હોય તે કરે ! સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ ઠરે; સ્મરણ કર શ્રીકૃષ્ણચંદ્રનું, જન્મ મરણ ભય હરે કૃષ્ણને કરવું હોય તે કરે ! નવ માસ પ્રાણી શ્રીકૃષ્ણનું, ધ્યાન ગર્ભમાં ધરે; માયાનું આવરણ કર્યું ત્યારે, લખ ચોરાશી ફરે કૃષ્ણને કરવું હોય તે કરે ! તું અંતર ઉદ્વેગ… Continue reading ચિત્ત તું શીદને ચિંતા ધરે / દયારામ

Published
Categorized as Dayaram

કે ઝઘડો લોચનમનનો… / દયારામ

લોચનમનનો રે! કે ઝઘડો લોચનમનનો! રસિયા તે જનનો રે! કે ઝઘડો લોચનમનનો! પ્રીત પ્રથમ કોણે કરી, નંદકુંવરની સાથ? મન કહે, ‘લોચન તેં કરી’, લોચન કહે, ‘તારે હાથ.’ નટવર નિરખ્યા નેન! તેં સુખ આવ્યું તુજ ભાગ; પછી બંધાવ્યુ મુજને, લગન લગાડી આગ!’ ‘સુણ ચક્ષુ ! હું પાંગળું, તું મારું વાહન’ નિગમઅગમ કહ્યું સાંભળ્યું, દીઠા વિના ગયુ… Continue reading કે ઝઘડો લોચનમનનો… / દયારામ

Published
Categorized as Dayaram

કિયે ઠામે મોહની / દયારામ

કિયે ઠામે મોહની ન જાણી રે, મોહનજી, કિયે ઠામે મોહની ન જાણી રે? મોહનજી. ભ્રકુટીની મટકમાં કે ભાળવાની લટકમાં, કે શું મોહની ભરેલી વાણી રે? મોહનજી. ખિટળિયાળા કેશમાં કે મદનમોહન વેશમાં, કે મોરલી મોહનની પિછાણી રે? મોહનજી. શું મુખારવિંદમાં કે મંદહાસ્ય ફંદમાં, કે કટાક્ષે મોહની વખાણી રે? મોહનજી. કે શું અંગેઅંગમાં કે લલિતત્રિભંગમાં, કે શું… Continue reading કિયે ઠામે મોહની / દયારામ

Published
Categorized as Dayaram

કાળજ કોર્યું તે કોને કહીએ / દયારામ

કાળજ કોર્યું તે કોને કહીએ રે ઓધવ! છેલછબીલડે? વેરી હોય તો વઢતાં રે ફાવીએ, પણ પ્રાણથી પ્યારો એને લહીએ રે! ઓધવ! ધીખીએ ઢાંક્યા તે કહ્યે નવ શોભીએ, ડાહ્યાં શું વાહ્યાં નાને છૈયે રે! ઓધવ! સોડનો ઘાવ માર્યો સ્નેહી શામળિયે! કિયા રાજાને રાવે જઈએ રે! ઓધવ! કળ ન પડે કાંઈ પેર ન સૂઝે! રાત દિવસ ઘેલાં… Continue reading કાળજ કોર્યું તે કોને કહીએ / દયારામ

Published
Categorized as Dayaram

કાનુડો કામણગારો રે / દયારામ

કાનુડો કામણગારો રે, સાહેલી, આ તો કાનુડો કામણગારો રે! રંગે રૂડો ને રૂપાળો રે, સાહેલી, આ તો કાનુડો કામણગારો રે! રંગ રાતોરાતો મદમાતો, ને વાંસલડીમાં ગીતડાં ગાતો, હે એનાં નેણાં કરે ચેનચાળો રે, સાહેલી, આ તો કાનુડો કામણગારો રે! ભરવાને ગઈ’તી પાણી રે એને પ્રેમપીડા ભરી આણી રે, ઘેલી થઈ આવી શાણી રે, સાહેલી, આ… Continue reading કાનુડો કામણગારો રે / દયારામ

Published
Categorized as Dayaram

ઓ વ્રજનારી! / દયારામ

ઓ વ્રજનારી! શા માટે તું અમને આળ ચડાવે? પુણ્ય પૂરવ તણાં, એથી પાતળીયો અમને લાડ લડાવે. મેં પૂરણ તપ સાધ્યાં વનમાં, મેં ટાઢતડકા વેઠ્યાં તનમાં, ત્યારે મોહને મ્હેર આણિ મનમાં, ઓ વ્રજનારી! હું ચોમાસે ચાચર રહેતી, ઘણી મેધઝડી શરીરે સહેતી, સુખદુઃખ કાંઇ દિલમાં નવ લ્હેતી, ઓ વ્રજનારી! મારે અંગ વાઢ વઢાવિયા, વળી તે સંઘાડે ચડાવિયા,… Continue reading ઓ વ્રજનારી! / દયારામ

Published
Categorized as Dayaram

માનું નામ / દક્ષા વ્યાસ

ખુરશી પર બિરાજેલા એ લોકોએ પૂછ્યું , ‘નામ શું છે ?’ રામસિંહ ‘પિતાનું નામ ?’ પ્યારેલાલ ‘ભાઈનું નામ?‘ લખનસિંહ ‘માનું નામ ?’ માથું ખંજવાળ્યું માનું પણ કોઈ નામ હોય છે કે ? બાળપણથી એને ખોળે ખેલ્યો છું એના હાથનો રોટલો ખાધો છે અને માર પણ. 1 બાપુ એને ‘રામુની મા’ કહી બોલાવે છે. દાદી ‘… Continue reading માનું નામ / દક્ષા વ્યાસ