Daksha Vyas Balwantray Archive

માનું નામ / દક્ષા વ્યાસ

ખુરશી પર બિરાજેલા એ લોકોએ પૂછ્યું , ‘નામ શું છે ?’ રામસિંહ ‘પિતાનું નામ ?’ પ્યારેલાલ ‘ભાઈનું નામ?‘ લખનસિંહ ‘માનું નામ ?’ માથું ખંજવાળ્યું માનું પણ કોઈ નામ હોય છે કે ? બાળપણથી એને ખોળે ખેલ્યો છું એના હાથનો રોટલો …

પ્રાતશ્ચરામિ / દક્ષા વ્યાસ

ચાલવા નીકળું છું સવારે સવારે વૃક્ષોને જરા મળી લઉં સહેજ અડી લઉં સૂરજનાં અબોટ કિરણોને પ્રાણમાં ભરી લઉં લગરીક ઠંડી – મીઠી હવા. ચરણ ચાલે છે – અચાનક ગુલમહોરની ડાળે હીંચકા લેતી નજર વળગી પડે છે ચીંથરેહાલ બાળકના મુખમાં ચવાતી …

વૃક્ષો સાથે વાત / દક્ષા વ્યાસ

વૃક્ષો સાથે મને વાત કરવી ગમે છે તેઓ મૂંજીની જેમ મૂંગામંતર રહેતાં નથી ખુશામદખોર ચમચા પેઠે વાતાવાતમાં હાજીહાનો હૈડિયો હલાવતાં નથી . વૃક્ષો સાથે મને વાત કરવી ગમે છે ____તેઓ નીજને ઉધ્વસ્ત કરતા આદમીઓની કૂથલી કરતાં નિસાસા નાંખતા નથી આ …

સાગરસખાને / દક્ષા વ્યાસ

ઊભી છું તારી સાવ સન્મુખ પાલતુ રૂપકડા શ્વાનની ઝાલર ઝાલીને રુમઝુમતો રુમઝુમતો તું નિકટ આવે ઘડીક પાછો વળે ઘડીક. હું નરી નિશ્ચલ. તારી તરલ લીલા નિહાળું ક્ષણે ક્ષણે નવતા ધારતા રૂપવૈભવને માણું. તું આવી પહોંચે અચાનક હણહણતા ધસમસતા સાત સાત …

ચકલી / દક્ષા વ્યાસ

પ્રભાતને પહોર કોકરવાયાં કિરણોની કોર એકાંત ઓરડે ઝાકમઝોળ ચીં ચીં ચક ચક ચીં ચીં ચક ચક ઊડાઊડ ટોડલે અરીસે ટેબલે ભીંતે મઢેલા ભગવાનની આશિષ દેતી ઊંચી હથેલીએ ચપળ ચરણોની તરલ હલચલ ચંચૂપ્રહાર ચીંચીંકાર લગાતાર વીંઝાય પાંખ પાંપણે આકાશ ઊઘડે ફ …

તું સાગર છે / દક્ષા વ્યાસ

તું સાગર છે સમુદ્ર, જલનિધિ , રત્નાકર….. એક પછી એક નામ સ્મરું છું: તમામ પુરુષવાચક તારું વિશાલ વક્ષ:સ્થલ અવશાત આમંત્રે છે મને લહેરાતી અનંત રોમાવલિઓ લાગણીઓના ઝલમલ પટ પર ઝુલાવે છે મારા અસ્તિત્વને, મારી જાણ બહાર હું તારી સાવ સન્મુખ. …

ચાલીએ / દક્ષા વ્યાસ

ચાલ , વર્ષાની ઝરમરમાં ચાલીએ….. અંગ આખે અંઘોળ કરી મહાલીએ…… બોલાવે આજ પેલાં આભલાં સારાં ને બોલાવે વીજના ઝગારા એને અજવાળે આયખું ઉજાળીએ….. ચાલ…. મઘમઘતા મોતીડે સગપણ પરોવીએ ને રવરવતી રાતો મહેકાવીએ માટીમાં સીંચેલું બીજ પેલું કોળે જ્યાં તરુવર થઈ …

તરસ ટકોટક / દક્ષા વ્યાસ

તરસ ટકોટક લાગી રે, મનવા ! તરસ ટકોટક લાગી ભીતરની સૂતી નાગણીઓ સળવળ સળવળ થાતી …. રે, મનવા ! આગ ઊઠી અંદરથી એવી રોમ રોમ ગયું દાઝી પડ ગયે ફીકે રંગ સમય કે સબકુછ દીખતા ખાકી ……રે, મનવા ! ધરમ …

ફલ્લાંગ ભરીને / દક્ષા વ્યાસ

આદિ કાળથી ઉંબર દેખાડ્યો એ આદમી હતો ભિક્ષાર્થે ઉંબર ઓળંગાવ્યો તેય આદમી જ વળી ! જન્મારાથી ઉંબરે ઊભીને સાંભળ્યા કર્યો જે વા’લમનો બોલ તેય આદમી. ને દરવાજા પછીતે અંધારિયા ખૂણે ધરબી દેનારોય આદમી જ. ઉંબરેથી પાછી વાળ્યા કરી મને જેણે …

ભીનાશ / દક્ષા વ્યાસ

તેં મને ઠામ આપ્યું નવું નામ આપ્યું. ચાંદલો અને મંગળસૂત્ર કંકણ અને નુપૂરના શણગાર આપ્યા. મુલાયમ માટીમાં માવજતથી ઉછેરેલા છોડને તેં દીવાનખાનાના કુંડામાં જડી દીધો. ક્રિસમસ ટ્રી બનાવી સજાવ્યા કર્યો દિનરાત. ઝગમગાટે એના ચોમેર ઉજાશ ઉજાશ ! ઓછપની ના રહી …