Dayaram Archive

હું શું જાણુ જે વ્હાલે મુજમા શું દિઠ્યુ / દયારામ

હું શું જાણુ જે વ્હાલે મુજમા શું દિઠ્યુ, વારે વારે સામો આવે મુખ લાગે મીઠુ. હું જાઉં જળ ભરવા ત્યાં પુઠે પુઠે આવે, વગર બોલાવ્યો મારુ બેડલુ ચડાવે, કહ્યુ ને તરછોડુ તોયે રીસ ન લાવે, કાંઇ કાઇં મિષે ઘેર આવી …

હવે સખી નહિ બોલું / દયારામ

હવે સખી નહિ બોલું, નહિ બોલું, નહિ બોલું રે હવે સખી નહિ બોલું, નહિ બોલું, નહિ બોલું રે કદાપિ નંદકુંવરની સંગે હો મુને શશીવદની કહી છેડે ત્યારની દાઝ લાગી છે રે મારે હૈયે હવે સખી નહિ બોલું, નહિ બોલું…. ચંદ્રબીંબમાં …

હરિ, જેવો તેવો હું દાસ તમારો / દયારામ

હરિ, જેવો તેવો હું દાસ તમારો કરુણાસિંધુ ગ્રહો કર મારો.. સાંકડાના સાથી શામળિયા, છો બગડ્યાના બેલી, શરણ પડ્યો ખલ અમિત કુકર્મી, તદપિ ન મુકો ઠેલી.. નિજ જન જૂઠાની જાતિ લજ્જા, રાખો છો શ્રીરણછોડ, શૂન્ય-ભાગ્યને સફળ કરો છો, પૂરો વરદ બળ …

શ્યામ રંગ સમીપે ન જાવું / દયારામ

શ્યામ રંગ સમીપે ન જાવું, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું. જેમાં કાળાશ તે તો સૌ એકસરખું, સર્વમાં કપટ હશે આવું. કસ્તૂરી કેરી બિંદી તો કરું નહીં, કાજળ ના આંખમાં અંજાવું. મારે…. કોકિલાનો શબ્દ હું સૂણું નહીં કાને, …

શિક્ષા શાણાને… / દયારામ

સરવ કામ છાંડીને પરથમ શ્રીગુરુ ગોવિન્દ ભજિયે જી; સકલ કામના – સિદ્ઘિ જેથી, વારે તેહેને તજિયે. શિક્ષા શાણાને….. પરોપકાર, પ્રીતિ, મૃદુ વાણી; મોટા જન તે જાણોજી; નિર્દય, આપસ્વારથી, જૂઠા; તે નીચા પરમાણો. શિક્ષા શાણાને….. ખરી મેહેનતનું દ્રવ્ય જોડિયે, નીચ નજર …

વૃંદાવનમાં થનકાર થનક થૈ થૈ થૈ / દયારામ

વૃંદાવનમાં થનકાર થનક થૈ થૈ થૈ રાધાકૃષ્ણ રમે રાસ ગોપી લૈ લૈ લૈ બીજું કૈં નહીં કૈં નહીં… વુંદાવનમાં… નૂપુરચરણ કનકવરણ ઝાંઝર જોડો ઘુંઘરીયાળો કટી ઓપે કંદોરો મોરમુકુટ મણી વાંકડો અંબોડો કુંડલકાન, ભ્રુકુટી તાન, નૈનબાણ કંપમાન તાળી લૈ લૈ લૈ… …

મુજને અડશો મા! / દયારામ

“મુજને અડશો મા! આઘા રહો અલબેલા છેલા! અડશો મા!, અંક ભર્યાના સમ ખાઓ તો અધર તણો રાસ પાઉં; કહાન કુંવર! સાળા છો, અડતાં હું કાળી થઈ જાઉં!”…મુજને. “તું મુજને અડતા શ્યામ થઈશ તો હું ક્યમ નઈ થાઉં ગોરો? ફરી મળતાં …

પ્રેમરસ / દયારામ

જે કોઈ પ્રેમઅંશ અવતરે, પ્રેમરસ તેના ઉરમાં ઠરે. સિંહણ કેરું દૂધ હોય તે સિંહણસુતને જરે, કનકપાત્ર પાખે સહુ ધાતુ ફોડીને નીસરે. – જે કોઈ. સક્કરખોરનું સાકર જીવન, ખરના પ્રાણ જ હરે, ક્ષારસિંધુનું માછલડું જેમ મીઠા જળમાં મરે. – જે કોઈ. …

દામોદર! દુઃખડા કાપો રે! / દયારામ

દામોદર! દુઃખડા કાપો રે! પાવલે લાગું! નંદલાલ! નિકજાનંદ આપો રે! – એ વર માંગુ! વ્હાલાજી! હું છું પળ પળનો અપરાધી ભરેલો આધિવ્યાધિ રે, પાવલે લાગું! દામોદર!. વ્હાલાજી! હું તો તમારા બળથી ઘણો ગાજું, જાણો છો, કહું શું ઝાઝું રે? પાવલે …

ચિત્ત તું શીદને ચિંતા ધરે / દયારામ

ચિત્ત તું શીદને ચિંતા ધરે ? કૃષ્ણને કરવું હોય તે કરે ! સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ ઠરે; સ્મરણ કર શ્રીકૃષ્ણચંદ્રનું, જન્મ મરણ ભય હરે કૃષ્ણને કરવું હોય તે કરે ! નવ માસ પ્રાણી શ્રીકૃષ્ણનું, ધ્યાન ગર્ભમાં ધરે; માયાનું …