બંગલાનો બાંધનાર / દાસી જીવણ

આ બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ; ભાડૂતી બંગલો કોણે રે બનાવ્યો ?… લોઢું નથી કાંઈ લાકડું નથી એમાં; નથી ખીલા નથી ખીલીઓ મારા ભાઈ… ભાડૂતી બંગલો ઈંટો નથી કાંઈ ચૂનો રે નથી એમાં; નથી સિમેન્ટ નથી રેતી મારા ભાઈ… ભાડૂતી બંગલો આ રે બંગલામાં દસ દસ દરવાજા; નવસો નવાણું એમાં બારી મારા ભાઈ… ભાડૂતી બંગલો… Continue reading બંગલાનો બાંધનાર / દાસી જીવણ

દયા કરીને મુંને પ્રેમે પાયો (પ્યાલો) / દાસી જીવણ

પીધેલ છે ભરપૂર, પ્યાલો મેં પીધેલ છે ભરપૂર દયા કરીને મને પ્રેમરસ પાયો, નેનુમેં આયા નૂર પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. નૂરન સૂરતની સાન ઠેરાણી રે, બાજત ગગનામેં તૂર રોમે રોમ રંગ લાગી રિયા તો નખશિખ પ્રગટ્યા નૂર. પ્યાલો… સ્થાવર જંગમ જળ સ્થળ ભરિયો રે, ઘટમાં ચંદા ને સૂર ઘટોઘટ માંહી રામ રમતા બીરાજે, દિલ… Continue reading દયા કરીને મુંને પ્રેમે પાયો (પ્યાલો) / દાસી જીવણ

અજવાળું હવે અજવાળું / દાસી જીવણ

અજવાળું, હવે અજવાળું ગુરુ આજ તમ આવ્યે રે મારે અજવાળું. સતગુરુ શબ્દ જ્યારે શ્રવણે સુણાવ્યો, ભેટ્યા ભીમ ને ભાંગ્યું ભ્રમનું તાળું. – ગુરુ આજ જ્ઞાન ગરીબી, સંતની સેવા, પ્રેમભક્તિનો સંગ હવે પાળું. – ગુરુ આજ ખીમ ને ભાણ રવિ રમતા રામા, તે જ તત્વમાં ગુરુ, તમને ભાળું. – ગુરુ આજ દાસી જીવણ સત ભીમનાં ચરણાં,… Continue reading અજવાળું હવે અજવાળું / દાસી જીવણ

અંધેર નગરી / દલપતરામ

પૂરી એક અંધેરી ને ગંડુ રાજા, ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં; બધી ચીજ વેચાય ત્યાં ભાવ એકે, કદી સારી બૂરી ન વેચે વિવેકે. ત્યાં જઈ ચઢ્યા બે ગુરુ એક ચેલો, ગયો ગામમાં માગવા શિષ્ય પેલો; લીધી સુખડી હાટથી આપી આટો, ગુરુ પાસ જઈને કહે, “ખૂબ ખાટ્યો.” ગુરુજી કહે, “રાત રહેવું ન આંહી, સહુ… Continue reading અંધેર નગરી / દલપતરામ

હું શું જાણુ જે વ્હાલે મુજમા શું દિઠ્યુ / દયારામ

હું શું જાણુ જે વ્હાલે મુજમા શું દિઠ્યુ, વારે વારે સામો આવે મુખ લાગે મીઠુ. હું જાઉં જળ ભરવા ત્યાં પુઠે પુઠે આવે, વગર બોલાવ્યો મારુ બેડલુ ચડાવે, કહ્યુ ને તરછોડુ તોયે રીસ ન લાવે, કાંઇ કાઇં મિષે ઘેર આવી બોલાવે. …હું શું જાણુ એકલડી દેખે ત્યાં પાવ રે લાગે, રંક થઇ કાંઇ કાંઇ મારી… Continue reading હું શું જાણુ જે વ્હાલે મુજમા શું દિઠ્યુ / દયારામ

Published
Categorized as Dayaram

હવે સખી નહિ બોલું / દયારામ

હવે સખી નહિ બોલું, નહિ બોલું, નહિ બોલું રે હવે સખી નહિ બોલું, નહિ બોલું, નહિ બોલું રે કદાપિ નંદકુંવરની સંગે હો મુને શશીવદની કહી છેડે ત્યારની દાઝ લાગી છે રે મારે હૈયે હવે સખી નહિ બોલું, નહિ બોલું…. ચંદ્રબીંબમાં લાંછન છે વળી રાહુ ગળે ખટ્ માસે રે પક્ષે વધે ને પક્ષે ઘટે કળા પક્ષે… Continue reading હવે સખી નહિ બોલું / દયારામ

Published
Categorized as Dayaram

હરિ, જેવો તેવો હું દાસ તમારો / દયારામ

હરિ, જેવો તેવો હું દાસ તમારો કરુણાસિંધુ ગ્રહો કર મારો.. સાંકડાના સાથી શામળિયા, છો બગડ્યાના બેલી, શરણ પડ્યો ખલ અમિત કુકર્મી, તદપિ ન મુકો ઠેલી.. નિજ જન જૂઠાની જાતિ લજ્જા, રાખો છો શ્રીરણછોડ, શૂન્ય-ભાગ્યને સફળ કરો છો, પૂરો વરદ બળ કોડ.. અવળનું સવળ કરો સુંદરવર, જ્યારે જન જાય હારી, અયોગ્ય યોગ્ય, પતિત કરો પાવન, પ્રભુ… Continue reading હરિ, જેવો તેવો હું દાસ તમારો / દયારામ

Published
Categorized as Dayaram

શ્યામ રંગ સમીપે ન જાવું / દયારામ

શ્યામ રંગ સમીપે ન જાવું, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું. જેમાં કાળાશ તે તો સૌ એકસરખું, સર્વમાં કપટ હશે આવું. કસ્તૂરી કેરી બિંદી તો કરું નહીં, કાજળ ના આંખમાં અંજાવું. મારે…. કોકિલાનો શબ્દ હું સૂણું નહીં કાને, કાગવાણી શકુનમાં ન લાવું. નીલાંબર કાળી કંચૂકી ન પહેરું, જમનાનાં નીરમાં ન ન્હાવું. મારે…. મરકતમણિ… Continue reading શ્યામ રંગ સમીપે ન જાવું / દયારામ

Published
Categorized as Dayaram

શિક્ષા શાણાને… / દયારામ

સરવ કામ છાંડીને પરથમ શ્રીગુરુ ગોવિન્દ ભજિયે જી; સકલ કામના – સિદ્ઘિ જેથી, વારે તેહેને તજિયે. શિક્ષા શાણાને….. પરોપકાર, પ્રીતિ, મૃદુ વાણી; મોટા જન તે જાણોજી; નિર્દય, આપસ્વારથી, જૂઠા; તે નીચા પરમાણો. શિક્ષા શાણાને….. ખરી મેહેનતનું દ્રવ્ય જોડિયે, નીચ નજર ના કરિયે જી; પાછલથી પસ્તાવો ઉપજે, હાણ હાંસીથી ડરિયે. શિક્ષા શાણાને….. વિના વિચાર્યું કામ કરે… Continue reading શિક્ષા શાણાને… / દયારામ

Published
Categorized as Dayaram

વૃંદાવનમાં થનકાર થનક થૈ થૈ થૈ / દયારામ

વૃંદાવનમાં થનકાર થનક થૈ થૈ થૈ રાધાકૃષ્ણ રમે રાસ ગોપી લૈ લૈ લૈ બીજું કૈં નહીં કૈં નહીં… વુંદાવનમાં… નૂપુરચરણ કનકવરણ ઝાંઝર જોડો ઘુંઘરીયાળો કટી ઓપે કંદોરો મોરમુકુટ મણી વાંકડો અંબોડો કુંડલકાન, ભ્રુકુટી તાન, નૈનબાણ કંપમાન તાળી લૈ લૈ લૈ… વૃંદાવનમાં… વાગે તાલ ને કરતાલ સંગ તાળી કોઇ તંબુરો ને કોઇ મૃદંગવાળી મદનગાન મુખ્ય ગાયે… Continue reading વૃંદાવનમાં થનકાર થનક થૈ થૈ થૈ / દયારામ

Published
Categorized as Dayaram