“ ભાંગો ભોગળ ! ભાંગો ભોગળ ! ખોલો બારીબારણાં ! સૃષ્ટિના તાંડવ મહીં તમ તાલ પૂરો !” સાદ દે મ્હેરામણા ! આભ ચંદરવો, ઝણે સંગીત સાગરતાર : પાનખરનાં ઓઢણાં, ઝંઝાનિલે નિજ નૃત્ય માંડ્યું પૃથ્વીને પગથાર : વન-વચન ગાય હુલામણાં ! “ સૃષ્ટિના તાંડવ મહીં તમ સાથ પૂરો !” સાદ દે મ્હેરામણા ! મયૂર નાચે મત્ત… Continue reading ઝંઝાવાત / કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણી
Category: Gujarati Poetry
આજ મારો અપરાધ છે, રાજા ! / કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણી
આજ મારો અપરાધ છે, રાજા ! તું નહિ આવે ઘેર; જાણું હું મારા દિલમાં તોયે આંખ પસારું ચોમેર. પાંદડે પાંદડે પગલાં સુણું; વાદળે તારી છાંય; નિભૃત આંબલે કોકિલકંઠમાં વાંસળી તારી વાય. આવશે ના ! નહિ આવશે ! એની ઉરમાં જાણ અમાપ; કેમ કરી તોય રોકવા મારે કૂદતા દાહ-વિલાપ? રાત હતી, હતાં વાદળ-વારિ, વીજળીનો ચમકાર; નેવલાં… Continue reading આજ મારો અપરાધ છે, રાજા ! / કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણી
અતિથિ / ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી
એક અતિથિને આંગણે દીઠો. ભિક્ષાનું પાત્ર ન્હોતું એના હાથમાં, ચીપિયો કે ન્હોતો વેષ, પહેર્યું હતું એ તો દેખાતું યે નહોતું, નહોતા લટુરિયા કેશ; માત્ર અવાજ એનો હતો મીઠો, એક અતિથિ આંગણે દીઠો. એનું જ આપેલું આપવું’તું એને, માગવું’તું એને અન્ય; નિર્ધન માનવીની એણે માંડી’તી આજ કસોટી અનન્ય; સાંજ પડી તોય એ નવ ઊઠ્યો, એક અતિથિને… Continue reading અતિથિ / ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી
અશબ્દ શબ્દાવલિ / ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી
હોઠમાં હજાર વાત, એથીયે અનેક લાખ વાત નેનમાં; કૈંક દર્દ, રોષ, શોક, હાસ્ય ને ઉમંગનાં પળે પળે ફરે છે ચિત્ર રંગભૂમિ ઢંગનાં. નેત્ર છે જ નાટ્યચોક, ત્યાં લખ્યું છ થોક થોક. પાંપણો જરાક ઊંચકાય ત્યાં અપાર દૃશ્ય આવીને સમાઈ જાય નેનના ઉછંગમાં. એ હસે છ ત્યાં કળી ખીલે છ કૈંક દિલની, એ ઢળે છ ત્યાં… Continue reading અશબ્દ શબ્દાવલિ / ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી
ઘૂમટો મેલ્ય / ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી
નવાનગરની વહુવારુ, તારો ઘૂમટો મેલ્ય, વડવાઈઓની વચમાં જો ને નીકળી નમણી નાગરવેલ્ય : નવાનગરની વહુવારુ તારો ઘૂમટો મેલ્ય. તાળાં નંદવાણાં ને પિંજર ઊઘડ્યાં, સૂરજના તાપે જો, સળિયા યે ઓગળ્યા : ચંપકવનની ચરકલડી, તારે ઊડવું સ્હેલ, વાહોલિયાને વીંઝણે તારા હૈયાની શેણે નમતી હેલ્ય ? નવાનગરની વહુવારુ, તારો ઘૂમટો મેલ્ય. વાયરે ચડીને જો, ફૂલડાં રૂમઝૂમતાં, વગડામાં વેરાયાં… Continue reading ઘૂમટો મેલ્ય / ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી
મારા ગામની નદીને / ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી
તારે કાંઠે નથી કોઈ ઐશ્વર્યે ઓપતી કથા કે ના કો’ લુપ્ત લંકાનાં પાદચિહ્ને તહીં પડ્યાં; જેમ કો’ માવડી હેતે ઝૂલાવે પુત્રપારણું તેમ તારા તરંગોએ ઝૂલન્તું મારૂં ગામડું. ખોરડાં સાત વીસું ને કૂબા બાર છ, ઝૂંપડાં વચ્ચે મા’દેવનું દેરૂં, ચોરે રામતણી ધજા; કાયાને રક્ષવા કાજે વેરયા થોર ભુંભલા એ સૌને તેજથી વીંટી લેતી તું કટિમેખલા. વેળુમાં… Continue reading મારા ગામની નદીને / ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી
મશાલને અજવાળે / ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી
વીજકડાકે આભ તૂટે ત્યમ વીરની હાકલ થાતી, દિશદિશની રણભેરી રણનાં ગીત ગુલાબી ગાતી; ‘શૂરા, ઘર કોતર છોડો, સૂની ધરતી ઢંઢોળો.’ કસકસતી કમ્મર બાંધો, લ્યો ભમ્મર ભાલા હાથે, તીખી તેજ કટારો વીંઝી ગરજો અણનમ માથે : ‘ જય વરશું કે પરહરશું, ડગલું પાછું નહિ ભરશું. ‘ સૂરજ ઝૂકે, વાયુ કંપે, ધરતી ધણણણ ધ્રૂજે, શૂરાનાં શોણિતે રણની… Continue reading મશાલને અજવાળે / ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી
તેજના સિંહાસન / ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી
ઊઘડે છે આભ લાખ કિરણોની કૂંચીએ રંગી દિશાઓની ડાળીઓ જી રે; નાચે પ્રભાત ચડી મોજાંની મેડીએ, ફીણની ઉછાળે ફુલવાડીઓ જી રે. ઉષાની ઓઢણીની કોર ભરી કેસૂડે, સુરજમુખીની લાલ પાનીઓ જી રે, અંબોડે વેણીમાં ફુલભર્યાં મોગરે ઊડે પરાગની ફુવારીઓ જી રે. સરજે છે કોણ પણે તેજનાં સિંહાસનો, કિરણો ગૂંથે છ કોણ કીકીએ જી રે? રુપેરી વાદળીનાં… Continue reading તેજના સિંહાસન / ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી
ખાંભી / ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી
અહીં હશે ચમકી વીજ એક દિ’ ખણખણાટ થતાં હથિયારના; વહી હશે નવ-શોણિતની નદી બલી થતાં કંઈ બત્રીસલક્ષણા. શૂરકથા શત વર્ષ જીવાડવા અહીં મૂકેલ શિલા કંઈ કોતરી : સળગતો ભૂતકાળ અહીં ફરી શહીદનાં પથદર્શન પૂજવા. અહીં જ એ ઇતિહાસ પડી રહ્યો સ્વજનસંઘ ગણી તરુની ઘટા; મૂક શિલા મહીં પૌરુષ પેખતાં મનુજ અંતર સ્વપ્ન ઘડી રહ્યો.
છેલ્લી ટૂંક : ગિરનાર / ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી
વણમાપી, ઘનધૂંધળી લાંબી પર્વતમાળ, તું એનો ગોવાળ, ખંભે કાળી કામળી. તું ચાંદાનું બેસણું, હરનું ભવ્ય લલાટ, નભહિંડોળાખાટ, કિરણઆંકડીએ જડી. પરાજયોની પ્રેરણા, ધરતીનો જયદંડ, તું ઊંચો પડછંદ અથાક, અણનમ, એકલો. ઘેઘૂર વનની ઘીંઘમાં તારી વીરમલ વાટ, ગિર આખી ચોપાટ, સાવજ તારાં સોગઠાં. તારાં ઊંચાં આસને ચઢતાં થાક્યાં અંગ, થાકે કેમ ઉમંગ જેનાં ઊડણ એકલાં ? ઊંચે… Continue reading છેલ્લી ટૂંક : ગિરનાર / ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી