Indulal Chand Gandhi Archive

અતિથિ / ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી

એક અતિથિને આંગણે દીઠો. ભિક્ષાનું પાત્ર ન્હોતું એના હાથમાં, ચીપિયો કે ન્હોતો વેષ, પહેર્યું હતું એ તો દેખાતું યે નહોતું, નહોતા લટુરિયા કેશ; માત્ર અવાજ એનો હતો મીઠો, એક અતિથિ આંગણે દીઠો. એનું જ આપેલું આપવું’તું એને, માગવું’તું એને અન્ય; …

અશબ્દ શબ્દાવલિ / ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી

હોઠમાં હજાર વાત, એથીયે અનેક લાખ વાત નેનમાં; કૈંક દર્દ, રોષ, શોક, હાસ્ય ને ઉમંગનાં પળે પળે ફરે છે ચિત્ર રંગભૂમિ ઢંગનાં. નેત્ર છે જ નાટ્યચોક, ત્યાં લખ્યું છ થોક થોક. પાંપણો જરાક ઊંચકાય ત્યાં અપાર દૃશ્ય આવીને સમાઈ જાય …

ઘૂમટો મેલ્ય / ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી

નવાનગરની વહુવારુ, તારો ઘૂમટો મેલ્ય, વડવાઈઓની વચમાં જો ને નીકળી નમણી નાગરવેલ્ય : નવાનગરની વહુવારુ તારો ઘૂમટો મેલ્ય. તાળાં નંદવાણાં ને પિંજર ઊઘડ્યાં, સૂરજના તાપે જો, સળિયા યે ઓગળ્યા : ચંપકવનની ચરકલડી, તારે ઊડવું સ્હેલ, વાહોલિયાને વીંઝણે તારા હૈયાની શેણે …

મારા ગામની નદીને / ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી

તારે કાંઠે નથી કોઈ ઐશ્વર્યે ઓપતી કથા કે ના કો’ લુપ્ત લંકાનાં પાદચિહ્ને તહીં પડ્યાં; જેમ કો’ માવડી હેતે ઝૂલાવે પુત્રપારણું તેમ તારા તરંગોએ ઝૂલન્તું મારૂં ગામડું. ખોરડાં સાત વીસું ને કૂબા બાર છ, ઝૂંપડાં વચ્ચે મા’દેવનું દેરૂં, ચોરે રામતણી …

મશાલને અજવાળે / ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી

વીજકડાકે આભ તૂટે ત્યમ વીરની હાકલ થાતી, દિશદિશની રણભેરી રણનાં ગીત ગુલાબી ગાતી; ‘શૂરા, ઘર કોતર છોડો, સૂની ધરતી ઢંઢોળો.’ કસકસતી કમ્મર બાંધો, લ્યો ભમ્મર ભાલા હાથે, તીખી તેજ કટારો વીંઝી ગરજો અણનમ માથે : ‘ જય વરશું કે પરહરશું, …

તેજના સિંહાસન / ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી

ઊઘડે છે આભ લાખ કિરણોની કૂંચીએ રંગી દિશાઓની ડાળીઓ જી રે; નાચે પ્રભાત ચડી મોજાંની મેડીએ, ફીણની ઉછાળે ફુલવાડીઓ જી રે. ઉષાની ઓઢણીની કોર ભરી કેસૂડે, સુરજમુખીની લાલ પાનીઓ જી રે, અંબોડે વેણીમાં ફુલભર્યાં મોગરે ઊડે પરાગની ફુવારીઓ જી રે. …

ખાંભી / ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી

અહીં હશે ચમકી વીજ એક દિ’ ખણખણાટ થતાં હથિયારના; વહી હશે નવ-શોણિતની નદી બલી થતાં કંઈ બત્રીસલક્ષણા. શૂરકથા શત વર્ષ જીવાડવા અહીં મૂકેલ શિલા કંઈ કોતરી : સળગતો ભૂતકાળ અહીં ફરી શહીદનાં પથદર્શન પૂજવા. અહીં જ એ ઇતિહાસ પડી રહ્યો …

છેલ્લી ટૂંક : ગિરનાર / ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી

વણમાપી, ઘનધૂંધળી લાંબી પર્વતમાળ, તું એનો ગોવાળ, ખંભે કાળી કામળી. તું ચાંદાનું બેસણું, હરનું ભવ્ય લલાટ, નભહિંડોળાખાટ, કિરણઆંકડીએ જડી. પરાજયોની પ્રેરણા, ધરતીનો જયદંડ, તું ઊંચો પડછંદ અથાક, અણનમ, એકલો. ઘેઘૂર વનની ઘીંઘમાં તારી વીરમલ વાટ, ગિર આખી ચોપાટ, સાવજ તારાં …

ઓઝલમાં નાખ મા / ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી

પ્રભુજીને પડદામાં રાખ મા પૂજારી, તારા- આતમને ઓઝલમાં નાખ મા. વાયુ વીંઝાશે ને દીવડો હોલાશે એની, ભીતિ વંટોળિયાની ભાખ મા, આડે ઊભો તારો દેહ અડીખમ બાપુ, ભળી જાશે ખાખમાં. પુજારી, તારા- આતમને ઓઝલમાં નાખ મા. ઊડી ઊડીને આવ્યાં પંખી હેમાળેથી …

હું ને મીરાં / ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી

એક વાર હું ને મીરાં મથુરામાં ગ્યા’તાં, ઘૂઘરીને ઘમકારે ઘેલાં ઘેલાં થ્યાં’તાં : એકવાર હું ને મીરાં મથુરામાં ગ્યાં’તાં, હાથમાં લાકડીઓ હતી, પગમાં ચાખડીઓ હતી : મંદિરની ઓસરીમાં રાત અમે રયાં’તાં એક વાર હું ને મીરાં મથુરામાં ગ્યાં’તાં. કાળા કાળા …