મોહનપગલાં / કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણી

“જાગો ! ઊઠો ! ભરતભૂમિનાં, રાષ્ટ્રનાં પુત્ર-પુત્રી ! જાલીમોના નખ ઉઝરડે લોહી વ્હેતી ધરિત્રી. માતા માટે જીવન ત્યજતાં જંગલી પ્રાણી-પક્ષી, વર્ષા-વીજે શરીર ઘસતા ડુંગરા ભૂમિ રક્ષી.” ગાજી ઊઠે અખિલ નભમાં મેઘનો જેમ નાદ, સાતે સિંધુ ઉપર ફફડે કોઈ તોફાન સાદ, એવાં એનાં રણ-રમણ-આહ્લેકનાં ગાન ગાજ્યાં, ચૌટે, ચોરે, પૂર, નગરમાં, ગામડે, લોક જાગ્યાં. બિડાયેલા કમલદલમાં જેમ… Continue reading મોહનપગલાં / કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણી

ગર્વોક્તિ / કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણી

વિશ્વવિજેતા એક ઊભો હું, હો ના કો ઊભવા સામે ! તાપ તપે નેત્રો મ્હારાં જ્યાં, રહો ના એ જે કો વામે ! એક વિરાટ હું, વિશ્વવિજેતા, અવનિ સર્વ ખલાસ ! બીજો સ્નેહનારો ન્હો જગમાં, મ્હારો પ્રખર પ્રકાશ ! એક અમર હું, સર્વ મરેલા : નવચેતન હું માત્ર ! કો ન્હો મુજને જોતા જેનાં ગલિત થતાં… Continue reading ગર્વોક્તિ / કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણી

પરી / કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણી

આરસનો ઉજમાળો દેહ; આંખડીએ ઊભરાતો નેહ. પાંખ મહીં તો મોતી મઢ્યાં, હું નીચે, કાં ઊંચે ચઢ્યાં ? અનંત વ્યોમે ગાતી પરી ! મુજ ગૃહથી કાં પાછી ફરી ? વ્યોમબીજ શી તું સુકુમાર, ઊડતું પંખી વ્યોમ અપાર. કાળી આંખો કાળા કેશ, શિરે ધર્યો સાચે શું શેષ ? ફૂલડાંના તેં સ્વાંગ ધર્યા, મુજ વાડીથી પાછા ફર્યા ?… Continue reading પરી / કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણી

સ્વામાન / કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણી

મન તમારે હાથ ન સોંપ્યું; કેમ કરી અપમાનશો ? વજ્ર સમું અણભેદ હ્રદય આ ; શર સૌ પાછાં પામશો. ઘન ગરજે, વાયુ ફૂંકાયે, વીજળી કકડી ત્રાટકે; બાર મેઘ વરસી વરસીને પર્વત ચીરે ઝાટકે-માન0 હિમાદ્રિ અમલિન સુહાસે, ઊભો આભ અઢેલતો; આત્મા મુજ તમ અપમાનોને હાસ્ય કરી અવહેલતો-માન0 રેતી કેરા રણ ઉપર ના બાંધ્યા મ્હેલ સ્વમાનના; શ્રદ્ધાના… Continue reading સ્વામાન / કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણી

કવિ / કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણી

થિબ્ઝ જીત્યું, થિબ્ઝ લૂંટ્યું : ક્રૂર એ સિકંદરે : શહેર બ્હાર મ્હેફિલો ઉડાવી એ ભયંકરે. મસ્ત એ પડ્યો પડ્યો જુવે છ હસ્તિરાજ શો ! તરંગ આવતાં કર્યો અવાજ સિંહનાદ શો. “સેવકો ! લગાડો આગ ! દુશ્મનો થાય ખાખ: ભસ્મસાત આજ થિબ્ઝને કરો ! રહે ન રાખ.” વાક્ય સાંભળ્યું ન ત્યાં હજાર સૈનિકો કૂદે, પશુ બની… Continue reading કવિ / કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણી

કૂકડાનું ગીત / કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણી

અમે તો સૂરજના છડીદાર, અમે તો પ્રભાતના પોકાર !…ધ્રુવ. સૂરજ આવશે સાત ઘોડલે, અરુણ રથ વ્હાનાર ! આગે ચાલું બંદી બાંકો, પ્રકાશ-ગીત ગાનાર !…અમે0 નીંદરને પારણીએ ઝૂલે, ધરા પડી સુનકાર ! ચાર દિશાના કાન ગજાવી, જગને જગાડનાર !…અમે0 પ્રભાતનાયે પ્રથમ પ્હોરમાં ગાન અમે ગાનાર ! ઊંઘ ભરેલાં સર્વ પોપચે જાગૃતિ-રસ પાનાર !…અમે0 જાગો, ઊઠો ભોર… Continue reading કૂકડાનું ગીત / કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણી

ઝંઝાવાત / કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણી

“ ભાંગો ભોગળ ! ભાંગો ભોગળ ! ખોલો બારીબારણાં ! સૃષ્ટિના તાંડવ મહીં તમ તાલ પૂરો !” સાદ દે મ્હેરામણા ! આભ ચંદરવો, ઝણે સંગીત સાગરતાર : પાનખરનાં ઓઢણાં, ઝંઝાનિલે નિજ નૃત્ય માંડ્યું પૃથ્વીને પગથાર : વન-વચન ગાય હુલામણાં ! “ સૃષ્ટિના તાંડવ મહીં તમ સાથ પૂરો !” સાદ દે મ્હેરામણા ! મયૂર નાચે મત્ત… Continue reading ઝંઝાવાત / કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણી

આજ મારો અપરાધ છે, રાજા ! / કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણી

આજ મારો અપરાધ છે, રાજા ! તું નહિ આવે ઘેર; જાણું હું મારા દિલમાં તોયે આંખ પસારું ચોમેર. પાંદડે પાંદડે પગલાં સુણું; વાદળે તારી છાંય; નિભૃત આંબલે કોકિલકંઠમાં વાંસળી તારી વાય. આવશે ના ! નહિ આવશે ! એની ઉરમાં જાણ અમાપ; કેમ કરી તોય રોકવા મારે કૂદતા દાહ-વિલાપ? રાત હતી, હતાં વાદળ-વારિ, વીજળીનો ચમકાર; નેવલાં… Continue reading આજ મારો અપરાધ છે, રાજા ! / કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણી