સૌ પ્રથમ તો ક્યાં જવું છે, એટલું નક્કી કરો / ગૌરાંગ ઠાકર

સૌ પ્રથમ તો ક્યાં જવું છે, એટલું નક્કી કરો, બસ પછી નક્કી કર્યું છે, એટલું નક્કી કરો. આમ તો બેઠા રહીયે તો ય ચાલે જિંદગી, ક્યાં સુધી આ બેસવું છે, એટલું નક્કી કરો? કોઇની નજદીક આવ્યા છો, પરંતુ આટલા? તાપવું કે દાઝવું છે, એટલું નક્કી કરો. આપ લે હૈયાની છે પણ એમની બે આંખમાં, કાળજું… Continue reading સૌ પ્રથમ તો ક્યાં જવું છે, એટલું નક્કી કરો / ગૌરાંગ ઠાકર

ચાલો ઉઠાવવા પણે માણસ પડી ગયો / ગૌરાંગ ઠાકર

ચાલો ઉઠાવવા પણે માણસ પડી ગયો, ઝાકળ લઈ જતો હતો સૂરજ મળી ગયો. ઓળખથી ઓળખાણ કરી જીવતો રહ્યો, મારા વગરનો હું જ મને છેતરી ગયો. આ પાછલા પહોરનું સપનું ફળે, કદાચ, મોટો થતો ગયો અને બાળક બની ગયો. ઇશ્વર તું માનવીની છે ઉત્તમ કલાકૃતિ, સદીઓ વીતી છતાંય તું કેવો ટકી ગયો!!! આ ટોચ માત્ર ખીણનું… Continue reading ચાલો ઉઠાવવા પણે માણસ પડી ગયો / ગૌરાંગ ઠાકર

ચાલ પાણી બતાવ, પડછાયા / ગૌરાંગ ઠાકર

ચાલ પાણી બતાવ, પડછાયા, જાત મારી તરાવ, પડછાયા. કોઇ વેળા તો મારો પડછાયો, ઝાડ જેવો બનાવ, પડછાયા. મેં બધું વેચવા જ કાઢ્યું છે, તારો બોલી દે ભાવ,પડછાયા. આ તો તારા પ્રભાવની હદ થઇ, મેં ગુમાવ્યો સ્વભાવ, પડછાયા. રોજ સાંજે તું બેવફાઇ કરે, તો ય તારો લગાવ, પડછાયા? આ તને સૂરજે બનાવ્યો છે, તારી ઓળખ બનાવ,… Continue reading ચાલ પાણી બતાવ, પડછાયા / ગૌરાંગ ઠાકર

રોજ મારાથી મને વાંધો પડે / ગૌરાંગ ઠાકર

રોજ મારાથી મને વાંધો પડે, તો ય મારે તો મને જોવો પડે. આ ઝરણ એમ જ નદી બનતા નથી, દોસ્ત પાણીનેય પરસેવો પડે. કૈંક તો સારું બધામાં હોય છે, લીમડાનો છાંયો ના કડવો પડે. તું દિવસ જીતી ગયાંનો વ્હેમ છોડ, સાંજે પડછાયો ઘણો મોટો પડે. તું અડે ને એમ લાગે છે મને, જાણે સૂકા ઘાસ… Continue reading રોજ મારાથી મને વાંધો પડે / ગૌરાંગ ઠાકર

મન મુજબ તો અહીં જીવાય નહીં / ગૌરાંગ ઠાકર

મન મુજબ તો અહીં જીવાય નહીં, ને વળી મન બધે રખાય નહી. કોઇ ને એવું કૈં પૂછાય નહીં, તમને ચોમાસે કૈં જ થાય નહીં? જે ગમે તે બધું કરાય નહી, ઢાળ પર જળનું ઘર ચણાય નહી. આંગણે આવી ચકલી પૂછે છે, બારણું પાછુ ઝાડ થાય નહી? એ જ દુર્ભાગ્ય સૌથી મોટું છે, કોઈના પણ કદી… Continue reading મન મુજબ તો અહીં જીવાય નહીં / ગૌરાંગ ઠાકર

મને અજવાળાએ ઘેલુ લગાડ્યું છે / ગૌરાંગ ઠાકર

મને અજવાળાએ ઘેલુ લગાડ્યું છે, મેં પડછાયો ગિરે મૂકવા વિચાર્યું છે. જગત તો જોતજોતામાં વિખેરાયું, મને કોઇ ભીતરથી મળવા આવ્યું છે. તમે સામે નહીં સાથે ઉભા રહેજો, મને મારી જ સામે કોઇ લાવ્યું છે. કદર કેવી કરી તારી કૃપાની જો, ઉતારા પર મેં પાકું ઘર ચણાવ્યું છે. આ ખુદ ને બાદ કરવાથી મળ્યું ઝાઝું મેં… Continue reading મને અજવાળાએ ઘેલુ લગાડ્યું છે / ગૌરાંગ ઠાકર

આ તડકાને બીજે ગમે ત્યાં ઉતારો / ગૌરાંગ ઠાકર

આ તડકાને બીજે ગમે ત્યાં ઉતારો, નહીં તો હરણને ન રણમાં ઉતારો હું મંદિરમાં આવ્યો અને દ્વાર બોલ્યું, પગરખા નહીં બસ અભરખા ઉતારો. તમારી નજર મેં ઉતારી લીધી છે, તમે મારા પરથી નજર ના ઉતારો. ફૂલો માંદગીનાં બિછાને પડયા છે, બગીચામાં થોડાક ભમરા ઉતારો આ પર્વતનાં માથે છે ઝરણાંનાં બેડા, જરા સાચવી એને હેઠા ઉતારો.… Continue reading આ તડકાને બીજે ગમે ત્યાં ઉતારો / ગૌરાંગ ઠાકર

દીવાની આબરૂ / ગૌરાંગ ઠાકર

લ્યો, દીવાની આબરૂ જળવાઈ ગઈ, દ્વાર પર આવી હવા ફંટાઈ ગઈ. ફૂલની ફોરમ બધે ચર્ચાઈ ગઈ. માવજત માળીની બસ વીસરાઈ ગઈ. વાંસળીને કાજ ક્યાંથી લાવશું ? ફૂંક તો ચૂલા ઉપર વપરાઈ ગઈ. કોણ પડછાયા ઉપાડી જાય છે ? એ જ જોવા સાંજ પણ રોકાઈ ગઈ. સોયમાં દોરાને બદલે બા હતી, ગોદડીમાં હૂંફ પણ સીવાઈ ગઈ.… Continue reading દીવાની આબરૂ / ગૌરાંગ ઠાકર

ધ્યાન રાખું / ગૌરાંગ ઠાકર

તમે બધાથી અલગ છો તેથી, તમારું નોખું હું ધ્યાન રાખું, ગુલાબ લઈને તમે મળો તો, હું મ્હેંકની લ્યો દુકાન રાખું. કશુંક આજે કરી જવું છે, કદાચ કાલે જવાનું થાશે, તમારા ઘરનાં દીવાને માટે, હવાને આજે હું બાન રાખું. તમે અહીંયાં સૂરજ સમા છો, જશો ન આઘા ઠરી જઈશ હું, મને આ જળથી વરાળ કરજો, હું… Continue reading ધ્યાન રાખું / ગૌરાંગ ઠાકર

કોઈને કહેશો નહીં / ગૌરાંગ ઠાકર

એક મોકો મેં ગુમાવ્યો, કોઈને ક્હેશો નહીં, હું મને ના ઓળખાયો, કોઈને ક્હેશો નહીં. આંખને બદલે હૃદયથી એ મને વાંચી ગયો, મેં અભણ એને ગણાવ્યો, કોઈને ક્હેશો નહીં. શબ્દ કેવળ દૃશ્યથી કૈં શ્લોક થઈ જાતો નથી, ક્રોંચવધ હું જોઈ આવ્યો, કોઈને કહેશો નહીં. બસ ખુશીથી જાળમાં એ માછલી કૂદી પડી, જીવ પાણીથી ધરાયો, કોઈને કહેશો… Continue reading કોઈને કહેશો નહીં / ગૌરાંગ ઠાકર