પર્યાય દેખાતો નથી / ગૌરાંગ ઠાકર

એક તો તારો મને પર્યાય દેખાતો નથી, ને ઉપરથી તું સરળતાથી અહીં મળતો નથી. તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચૂલો, રોટલો આ છત વગરના ઘરમાં શેકાતો નથી. ફૂંક મારી તું હવાને આટલી દોડાવ ના, ધૂળ છે કે મ્હેક એનો ભેદ પરખાતો નથી. એક માણસ ક્યારનો આંસુ લૂછે છે બાંયથી, આપણાથી તોય ત્યાં રૂમાલ… Continue reading પર્યાય દેખાતો નથી / ગૌરાંગ ઠાકર

વ્હાલ વાવી જોઈએ / ગૌરાંગ ઠાકર

ચાલને, માણસમાં થોડું વ્હાલ વાવી જોઈએ, ને પછીથી વાડ થઈ વેલા ટકાવી જોઈએ. બસ બને તો એક દીકરાને મનાવી જોઈએ, એ રીતે ઘરડાંઘરો ખાલી કરાવી જોઈએ. કેવી રીતે જળ અહીં આંસુ બને તે જાણવા, વ્હાલસોયી દીકરી ઘરથી વળાવી જોઈએ. કાખઘોડી લઈ અહીં ચાલે નહીં સંબંધ, દોસ્ત, એકબીજાના ખભે એને ચલાવી જોઈએ. બહુ સરળતાથી જગત જીતી… Continue reading વ્હાલ વાવી જોઈએ / ગૌરાંગ ઠાકર