મોચી / ઉદયન ઠક્કર

મારા રોજના રસ્તા ઉપર એક મોચી કેન્સલ થયેલા બસસ્ટોપની જેમ બેઠો છે સ્મિતની રેખાઓ તેના ચહેરા પરથી ચપ્પલના અંગૂઠાની જેમ વરસોથી ઊખડી ગઈ છે રસ્તાને ખૂણે મોચી વીરગતિ પામનારના પાળિયા પેઠે ખોડાઈ ગયો છે અને જીવન ચંચળ પગલે ચાલ્યું જાય છે તે ઊભો થાય ત્યારે ધનુષ્યાકાર પીઠને કારણે બેઠેલો લાગે છે ઘરાકોને અને દિવસોને તે… Continue reading મોચી / ઉદયન ઠક્કર

મથુરાદાસ જેરામ / ઉદયન ઠક્કર

મથુરાદાસ જેરામ નામનો એક શખ્સ (ઉંમર વર્ષ ત્રેપન) સંખ્યાબંધ લોકોની આંખ સામે ધોળે દહાડે ઇસ્પિતાલ જેવા જાહેર સ્થળે મરવાનું અંગત કાર્ય કરી ગયો એને આજે વરસો થયાં હવે સમય પાકી ગયો છે કે હું એને અંજલિ આપું એની કરુણભવ્ય ગાથા રચું જેથી કેટલાક વધુ માણસો જાણે કે મથુરાદાસ કોણ હતો, કેવું જીવ્યો ભડનો દીકરો હતો… Continue reading મથુરાદાસ જેરામ / ઉદયન ઠક્કર

પ્રશ્નપત્ર / ઉદયન ઠક્કર

1. હાથ પરોવો હાથોમાં ને આંગળીઓની વચ્ચે રહેલી ખાલી જગ્યા પૂરો. 2. અને આમ તો તમેય મારી વાટ જુઓ છો, કેમ, ખરુંને… ‘હા’ કે ‘ના’માં જવાબ આપો. 3. (આવ, હવે તો આષાઢી વરસાદ થઈને આવ, મને પલળાવ!) કૌંસમાં લખ્યા પ્રમાણે કરો. 4. નાની પ્યાલી ગટગટ પીને ટાઢા પેટે હાથ ફેરવી હું તો જાણે બેઠો’તો, ત્યાં… Continue reading પ્રશ્નપત્ર / ઉદયન ઠક્કર

પાંડોબા અને મેઘધનુષ્ય / ઉદયન ઠક્કર

દૃશ્ય : મુંબઈના ત્રીજા ભોઈવાડામાં ‘હરિનિવાસ’ મકાનની અગાસી. ખૂણાની મોરી પાસે એક આધેડ વયસ્ક વ્યક્તિ ધડાધડ વાસણો સાફ કરે છે. વરસાદનાં ફોરાં પડવાં શરૂ થયાં છે. નેપથ્યે : પાંડુ કાંબળે લબ્ધ-પ્રતિષ્ઠિત, ખાતરીવાળો રામો છે જેના હાથમાં મોટાં મોટાં કુટુંબનો પાયજામો છે કપડાં-વાસણનું પ્રતિમાસે ત્રીસ નગદનું ભથ્થું છે પાંડોબાનું કાર્યક્ષેત્ર, ભોઈવાડામાં, એકહથ્થુ છે (પાનસભર) મોઢાને એ… Continue reading પાંડોબા અને મેઘધનુષ્ય / ઉદયન ઠક્કર

વાર્તા-ગઝલ / ઉદયન ઠક્કર

બોલવું તો બોલવું પણ શી રીતે? કોઈ સાક્ષાત્કાર જેવી વાત છે, રાજહંસો સાથ ઊડતા કાચબાના પ્રથમ ઉચ્ચાર જેવી વાત છે. દ્રાક્ષને પોતે લચી પડવું હતું, એટલામાં લોમડી ચાલી ગઈ, દ્રાક્ષ ખાટી નીકળી કે લોમડી? જે ગમે તે ધાર, જેવી વાત છે. એક દિવસ શેરડીના ખેતરે, કોઈ જાણીતા કવિ પેસી ગયા, ‘ના, હું તો ગાઈશ,’ બોલ્યા,… Continue reading વાર્તા-ગઝલ / ઉદયન ઠક્કર

દીકરા સાથે રહેવા / અનિલ ચાવડા

દીકરા સાથે રહેવા મા હૃદયમાં હર્ષ રાખે છે. દીકરો બીમાર મા માટે અલગથી નર્સ રાખે છે. સ્હેજ અડતાંમાં જ દુઃખો સામટાં થઈ જાય છે ગાયબ, મા હથેળીમાં સતત જાદૂઈ એવો સ્પર્શ રાખે છે. આપી દે થોડાં પતિને, આપી દે સંતાનને થોડાં, મા સ્વયંને જીવવા તો એક પણ ક્યાં વર્ષ રાખે છે. ઠેસ બાળકને કદી ક્યાંયે… Continue reading દીકરા સાથે રહેવા / અનિલ ચાવડા

સંપ માટીએ કર્યો / અનિલ ચાવડા

સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ, ઈંટનું ટોળું મળ્યું તો ભીંત થઈ. કાન તો કાપી લીધા’તા ભીંતના, તો પછી આ વાત ક્યાંથી લીક થઈ? હું કળી માફક જરા ઊઘડી ગયો, એટલામાં પણ તને તકલીફ થઈ? આંસુનો સર્વે કર્યો તો જાણ્યું કે- આંખમાં વસ્તી વધારે ગીચ થઈ. કેટલું સારું છે ઊડતા પંખીને, કોઈ ચિંતા નહિ કઈ… Continue reading સંપ માટીએ કર્યો / અનિલ ચાવડા

જીવન ચણવા બેઠા / અનિલ ચાવડા

શ્વાસ નામની સિમેન્ટ લઇને જીવન ચણવા બેઠા અમે રાતનું સૂપડૂં લઇ અંધાર ઊપણવા બેઠા આટલો પણ વિશ્વાસ ન’તો શું મારી ઉપર ? હાથ મિલાવ્યા બાદ તમે આંગણીઓ ગણવા બેઠા વાત યુગોથી ગુપ્ત રહી છે, નથી જાણતું કોઇ અમે કબીરની પહેલાંની આ ચાદર વણવા બેઠા એ જ ઉદાસી, એ જ ઘાવ, ને એ જ બધીયે ભ્રમણા… Continue reading જીવન ચણવા બેઠા / અનિલ ચાવડા

કાયમી પીડા / અનિલ ચાવડા

કાયમી પીડા મને તેં સાંખવાનું કામ સોપ્યું, આગ કાગળના પડીકે બાંધવાનું કામ સોંપ્યું. છું પ્રથમથી શ્વાસનો રોગી અને પાછું ઉપરથી, તેં સતત, એવું સતત કૈં હાંફવાનું કામ સોપ્યું. જળ ભરેલું પાત્ર હો તો ઠીક છે સમજ્યા, પરંતુ, કામ સોપ્યું એય દરિયા ઢાંકવાનું કામ સોપ્યું? વસ્ત્ર સાથે સર્વ ઈચ્છા પણ વણાવી જોઈએ હોં ! એક ચરખો… Continue reading કાયમી પીડા / અનિલ ચાવડા

અધીરો છે ઈશ્વર / અનિલ ચાવડા

અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે, તું ચમચી લઈને ઊભો છે દરિયા માગવા માટે ? નયનના કોઈ ખૂણામાં પડ્યું છે ધાન આંસુનું, અમે એમાં મૂક્યાં છે સ્વપ્ન કાચાં પાકવા માટે. કર્યું છે એક ચપટીમાં જ તેં આખુંય જંગલ ખાક, ન ગમતા એક એવા પાંદડાને કાઢવા માટે. સરોવરમાં જઈને નાખ કે જઈને નદીમાં ફેંક, ફક્ત… Continue reading અધીરો છે ઈશ્વર / અનિલ ચાવડા