Anil Chavda Archive

દીકરા સાથે રહેવા / અનિલ ચાવડા

દીકરા સાથે રહેવા મા હૃદયમાં હર્ષ રાખે છે. દીકરો બીમાર મા માટે અલગથી નર્સ રાખે છે. સ્હેજ અડતાંમાં જ દુઃખો સામટાં થઈ જાય છે ગાયબ, મા હથેળીમાં સતત જાદૂઈ એવો સ્પર્શ રાખે છે. આપી દે થોડાં પતિને, આપી દે સંતાનને …

સંપ માટીએ કર્યો / અનિલ ચાવડા

સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ, ઈંટનું ટોળું મળ્યું તો ભીંત થઈ. કાન તો કાપી લીધા’તા ભીંતના, તો પછી આ વાત ક્યાંથી લીક થઈ? હું કળી માફક જરા ઊઘડી ગયો, એટલામાં પણ તને તકલીફ થઈ? આંસુનો સર્વે કર્યો તો જાણ્યું …

જીવન ચણવા બેઠા / અનિલ ચાવડા

શ્વાસ નામની સિમેન્ટ લઇને જીવન ચણવા બેઠા અમે રાતનું સૂપડૂં લઇ અંધાર ઊપણવા બેઠા આટલો પણ વિશ્વાસ ન’તો શું મારી ઉપર ? હાથ મિલાવ્યા બાદ તમે આંગણીઓ ગણવા બેઠા વાત યુગોથી ગુપ્ત રહી છે, નથી જાણતું કોઇ અમે કબીરની પહેલાંની …

કાયમી પીડા / અનિલ ચાવડા

કાયમી પીડા મને તેં સાંખવાનું કામ સોપ્યું, આગ કાગળના પડીકે બાંધવાનું કામ સોંપ્યું. છું પ્રથમથી શ્વાસનો રોગી અને પાછું ઉપરથી, તેં સતત, એવું સતત કૈં હાંફવાનું કામ સોપ્યું. જળ ભરેલું પાત્ર હો તો ઠીક છે સમજ્યા, પરંતુ, કામ સોપ્યું એય …

અધીરો છે ઈશ્વર / અનિલ ચાવડા

અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે, તું ચમચી લઈને ઊભો છે દરિયા માગવા માટે ? નયનના કોઈ ખૂણામાં પડ્યું છે ધાન આંસુનું, અમે એમાં મૂક્યાં છે સ્વપ્ન કાચાં પાકવા માટે. કર્યું છે એક ચપટીમાં જ તેં આખુંય જંગલ ખાક, …

વધારે કૈં નથી / અનિલ ચાવડા

જો કહું તો માત્ર પટપટ થઈ રહેલી પાંપણો છીએ વધારે કૈં નથી, ને સમયના દાંત ચોખ્ખા રાખવાના દાંતણો છીએ વધારે કૈં નથી. ઊંઘવું કે જાગવું કે બોલવું કે ચાલવું કે દોડવું કે હાંફવું; આ બધામાં એકદમ કારણ વગરનાં કારણો છીએ …

કમાલ થઈ ગઈ / અનિલ ચાવડા

કોઈ અડક્યું તો કમાલ થઈ ગઈ, ભીતર ધાંધલધમાલ થઈ ગઈ. કોઈ આંખ જો ભીની થઈ તો, કોઈ આંગળી રૂમાલ થઈ ગઈ. પંખીએ બે ટહુકા વેર્યા, હવા બધીયે ગુલાલ થઈ ગઈ. ડાળે ડાળે શુભ સંદેશા, ઋતુઓ સઘળી ટપાલ થઈ ગઈ. ઝાકળની …

સવાર લઈને / અનિલ ચાવડા

આવ્યા અમે ફરીથી એવી સવાર લઈને, કે થઇ ગયો છે સૂરજ છૂટ્ટો પગાર લઈને. તું નિકળે અહીંથી રસ્તો જ હું બની જઉં, બેઠા ઘણા વરસથી આવો વિચાર લઈને. આવી રહી છે ઈચ્છા આ કોનું ખૂન કરવા? આંખે અગન ભરીને કેડે …

એવા હાલ પર આવી ગયા / અનિલ ચાવડા

એકદમ ગંભીર એવા હાલ પર આવી ગયા. ડૂસકાંઓ પણ બરાબર તાલ પર આવી ગયાં. કોઈ બિલ્લી જેમ ઊતરી પાંપણો આડી છતાં, આંસુ રસ્તાને વટાવી ગાલ પર આવી ગયાં. એમણે એવું કહ્યું જીવન નહીં શતરંજ છે, તો અમે પાછા અમારી ચાલ …

જેમ ડાળી પર / અનિલ ચાવડા

જેમ ડાળી પર ફૂલોનો મ્હેકતો પરિચય ઉગે, કોઈ બાળકના નયનમાં એ રીતે વિસ્મય ઉગે. હું સરોવરનો મગર છું કે મને તું છેતરે? એમ કૈં થોડાં જ વૃક્ષોની ઉપર હૃદય ઉગે? છે બધા માણસ સમયની ભૂમિમાં રોપેલ બી, કાળ વીતે એમ …