આભલે થાળીભર છલકાય કે ઊજળી ચાંદની રે લોલ, હૈડાં ઊજળેરાં ઉભરાય, કે લ્યો લ્યો ચાંદની રે લોલ! આભલે ચંબેલીના વેલા કે ફૂલડે લચી રહ્યા રે લોલ, ફૂલે ફૂલે કિરણના રેલા કે જગને સીંચી રહ્યા રે લોલ. આભલે દૂધે સીંચ્યો ખીલ્યો કે એક બટમોગરો રે લોલ: એની પાંખડીએ છે ઝીલ્યો કે સુરભૂમિનો ઝરો રે લોલ! ઝીલો… Continue reading ચાંદની / અરદેશર ફરામજી ખબરદાર
Category: Gujarati Poetry
ફૂલવાડીનો મોરલો / અરદેશર ફરામજી ખબરદાર
કે કુંજમાં મઘમઘ મહેકે ફૂલડાં રે, કે આવી મોંઘી દેવવસંત: કે નાચે ફૂલવાડીનો મોરલો રે. કે પાંદડે પાંદડે પલકે હીરલા રે, કે ઊછળે ઉર ઉર ભાવ અનંત: કે નાચે ફૂલવાડીનો મોરલો રે. કે આભને માથે રંગભર છોગલાં રે, કે એવાં ધરણીશીર ગુલમહોર: કે નાચે ફૂલવાડીનો મોરલો રે. કે ઊઘડે ચંદરવા દિશદિશ તણા રે, કે ઊઘડે… Continue reading ફૂલવાડીનો મોરલો / અરદેશર ફરામજી ખબરદાર
ગોપિકા / અરદેશર ફરામજી ખબરદાર
મારી મટુકીમાં હો મહારાજ! મહીડાં છલકે રે! તારી વાંસલડી સુણી આજ, હૈડાં ઢળકે રે!- મારી ગાવડિયોનાં શુદ્ધ ગોરસ મીઠડાં રે, તારી બંસરીએ લૂંટી બુદ્ધ, પડતાં દીઠડાં રે! ડાળે ડાળે મંજરી હાલે ઝૂલી પૂર: બોલે બોલે બંસરી સુણતાં ડોલે મારું ઉર: હૈડા ઢળકે રે! મારી મટુકીમાં હો મહારાજ! મહીડાં છલકે રે! આછી આછી ઉષાની રેલ જગમાં… Continue reading ગોપિકા / અરદેશર ફરામજી ખબરદાર
વિજોગણ / અરદેશર ફરામજી ખબરદાર
શીઆળો શૂળે ગયો ને ઊનાળો ધૂળે વહ્યો, સરવરિયાં છલકે રે મારી આંખમાં; દીપ હોલાયા આંગણે ને ફૂલ સૂકાયાં ફાગણે, સરસરિયાં વરસે રે શ્રાવણ સાખમાં. કાગા બોલે બારણે ને દોડી જાઉં ઓવારણે, ઊના રે ધખતા ત્યાં સૂના ઓટલા; કોયલડી કૂ કૂ કરે ને કુંજલડી ચટકું ભરે, હોળું ને ખોળું રે દિનભર ચોટલા. સપનામાં કંઈ સાંપડે ને… Continue reading વિજોગણ / અરદેશર ફરામજી ખબરદાર
રાતદિવસ ગોખલે રહી-રહીને / ઉદયન ઠક્કર
રાતદિવસ ગોખલે રહી-રહીને તુલસીદલ સડ્યાં બે જ પળ મૂકી દીધાં તડકે, ટપોટપ ઊઘડ્યાં! બાવડું ચલવે હથેળી? કે હથેળી બાવડું? કેટલા સ્હેલા સવાલો! જોશીને ના આવડ્યા… મંગળા ત્રણસો, શયન સો, દોઢસોમાં રાજભોગ; આપને ઠાકોરજી બહુ વાજબી ભાવે પડ્યા…. જો કહો તો આંગળી વાઢીને અજવાળું કરું આશકા લઈ હાથ ધોઈ નાખતાં ના આવડ્યા કુંડળી જોવાને ત્યારે કોણ… Continue reading રાતદિવસ ગોખલે રહી-રહીને / ઉદયન ઠક્કર
રોજ સાંજે પંખીઓના / ઉદયન ઠક્કર
રોજ સાંજે પંખીઓના મોરચા મંડાય છે વૃક્ષની માલિકી બાબત માગણીઓ થાય છે એક સૂકા પાનની રેખામાં ઠેબાં ખાય છે એ પવન બ્રહ્માંડભરનો ભોમિયો કહેવાય છે? અસ્તરેખા જોઈને સૂરજની, કૂકડાએ કહ્યું, ‘આપના પ્રારબ્ધમાં બહુ ચડઊતર દેખાય છે’ બાલદી, શીશી, તપેલી, પ્યાલું, ડબ્બો, ટોપિયું ફૂલ જ્યાં બોળે ચરણ ત્યાં ફૂલદાની થાય છે ક્યાંક તો જાતો હશે, એમ… Continue reading રોજ સાંજે પંખીઓના / ઉદયન ઠક્કર
મરવું / ઉદયન ઠક્કર
કોઈએ કહ્યું છે: માણસ જન્મે ત્યારે તેનું લગ્ન પણ નક્કી થઈ જાય છે મરણ સાથે. આમ કહેનારનો સંકેત મરણની સુંદરતા તરફ હશે? કે લગ્નની ભયંકરતા તરફ? ‘ મરવું’ માંથી વાસ આવે છે બાકસમાં પુરાયેલા કાનખજૂરિયાની, કોહવાતા લાકડાની, મરઘાના ખાતરની, વરસોથી ન ખૂલેલા, હવડ, હવાબારી વગરના સંબંધની, ‘લોટામાં ચાર પાન મૂકો સાહે…બ, કાંઠલે દોરો બાંધો, હવે… Continue reading મરવું / ઉદયન ઠક્કર
અદલાબદલી / ઉદયન ઠક્કર
સ્વદેશી ખાદીના પહેરણનું એક જ દુ:ખ: ઇસ્ત્રી સાથે પણ અસહકાર કરે. જે પહેરે તે અદલોઅદલ શોભી ઊઠે યરવડાના કેદી સમો; ઉતારનારને મળી જાય આઝાદી. હતું મારી પાસે પણ એક— ન બાંય, ન બટન સાલું સાવ સેવાગ્રામી! એક વાર ધોબીમાં આપેલું, તે બદલાઈ ગયું. ટાઢે પાણીએ ખસ ગઈ. બદલીમાં મળ્યો કોઈ ઝભ્ભો. ખોલ્યો ડરી ડરીને પારકા… Continue reading અદલાબદલી / ઉદયન ઠક્કર
કઈ તરકીબથી / ઉદયન ઠક્કર
કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે? કૂંપળની પાસે કોઈ કુમળી હથોડી છે? તમારે સાંજને સામે કિનારે જાવું હો તો વાતચીતની હલ્લેસાંવાળી હોડી છે સમસ્ત સૃષ્ટિ રજતની બન્યાનો દાવો છે હું માનતો નથી : આ ચંદ્ર તો ગપોડી છે! ગઝલ કે ગીતને એ વારાફરતી પ્હેરે છે કવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે?
ખુલાસો (ગદ્યકવિતા) / ઉદયન ઠક્કર
હું કવિતા લખી શકું છું, એનું કારણ એ કે મારી પત્ની સ્વેટર ગૂંથે છે અને બીજું કારણ કે મારી બાલ્કનીમાં એક આખાબોલું સૂરજમુખી છે. જરા ફોડ પાડીને સમજાવું. હવે થયું એવું કે સવારે હું બાલ્કનીમાં દાતણ કરતો હતો. એવામાં કૂંડામાંથી એક સૂરજમુખી ઉઘડવા લાગ્યું. પહેલાં તો એ સૂનમૂન બેસી રહ્યું. પછી સૂરજ જોઈને હેરત પામ્યું.… Continue reading ખુલાસો (ગદ્યકવિતા) / ઉદયન ઠક્કર