Beware aradesara pharamaji Archive

સ્નેહ સૌંદર્ય / અરદેશર ફરામજી ખબરદાર

સ્નેહ સૌંદર્ય છે સર્વને સ્પર્શતું, સ્નેહ આનંદ છે વિશ્વભરતો; સ્નેહ સ્વાતંત્ર્ય છે સર્વ જીવનતણું, સ્નેહ સંવાદ છે ભેદ હરતો; સ્નેહ છે સત્ય સંભળાતું સૃષ્ટિને, સ્નેહ છે આત્મની પરમ શક્તિ; સ્નેહ છે સ્વામી આ સૃષ્ટિને ધારતો, સ્નેહમાં છે વસી સર્વ ભક્તિ! …

સદાકાળ ગુજરાત / અરદેશર ફરામજી ખબરદાર

૧ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! જ્યાં જ્યાં ગુજરાતી બોલાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત. ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ, જ્યાં ગુર્જરના વાસ; સૂર્યતણાં કિરણો દોડે ત્યાં સૂર્યતણો જ પ્રકાશ: જેની ઉષા હસે હેલાતી, તેનાં તેજ પ્રફુલ્લ …

ગુણવંતી ગુજરાત / અરદેશર ફરામજી ખબરદાર

ગુણવંતી ગુજરાત! અમારી ગુણવંતી ગુજરાત! નમિયે નમિયે માત! અમારી ગુણવંતી ગુજરાત! મોંઘેરા તુજ મણિમંડપમાં ઝૂકી રહ્યાં અમ શીશ: માત મીઠી! તુજ ચરણ પડીને માગિયે શુભ આશિષ!- અમારી ગુણવંતી ગુજરાત! મીઠી મનોહર વાડી આ ત્હારી નંદનવન શી અમોલ: રસફૂલડાં વીણતાં વીણતાં …

અમારો દેશ / અરદેશર ફરામજી ખબરદાર

અમે ભરતભૂમિના પુત્રો! અમ માત પુરાણ પવિત્ર, રે જેનાં સુંદર સૂત્રો ઝળકાવે ઉચ્ચ ચરિત્ર; અમ અંતરને ઉદ્દેશી કરશું હોકાર હમેશાં- અમે દેશી, દેશી, દેશી! ઓ દિવ્ય અમારો દેશ! અંધાર વિશે અથડાતાં, કે ફરતાં ભવ્ય પ્રકાશ, પડતાં રડતાં રગડાતાં, કે કરતાં …

રક્ષાબંધન / અરદેશર ફરામજી ખબરદાર

મોર્યા ને મહાલ્યા મેહુલા રે, ભરભર નીતર્યાં નેવ રે, વીરાજી મારા! બાંધો બળેવની રાખડી રે! વીરાને આંગણ મહાલવા રે આવી બહેનાંની બળેવ રે, વીરાજી મારા! બાંધો બળેવની રાખડી રે! આજે શ્રીફળની પર્વણી રે, ધારે મહેરામણ ધીરે રે વીરાજી મારા! બાંધો …

ઉષાનું ગાન / અરદેશર ફરામજી ખબરદાર

કે આભમાં ચાલે ઊંડી ગોઠડી રે, કે હોલાતા રજનીના દીપ: કે રસિયાં! જોજો શુભની વાટડી રે; કે ધીમે ઊઘડે બારી પૂર્વની રે, ને આવું હસતી સર્વ સમીપ! કે રસિયાં જોજો શુભની વાટડી રે! કે રવિરથની રજ આવે ઊતરી રે, કે …

ચાંદની / અરદેશર ફરામજી ખબરદાર

આભલે થાળીભર છલકાય કે ઊજળી ચાંદની રે લોલ, હૈડાં ઊજળેરાં ઉભરાય, કે લ્યો લ્યો ચાંદની રે લોલ! આભલે ચંબેલીના વેલા કે ફૂલડે લચી રહ્યા રે લોલ, ફૂલે ફૂલે કિરણના રેલા કે જગને સીંચી રહ્યા રે લોલ. આભલે દૂધે સીંચ્યો ખીલ્યો …

ફૂલવાડીનો મોરલો / અરદેશર ફરામજી ખબરદાર

કે કુંજમાં મઘમઘ મહેકે ફૂલડાં રે, કે આવી મોંઘી દેવવસંત: કે નાચે ફૂલવાડીનો મોરલો રે. કે પાંદડે પાંદડે પલકે હીરલા રે, કે ઊછળે ઉર ઉર ભાવ અનંત: કે નાચે ફૂલવાડીનો મોરલો રે. કે આભને માથે રંગભર છોગલાં રે, કે એવાં …

ગોપિકા / અરદેશર ફરામજી ખબરદાર

મારી મટુકીમાં હો મહારાજ! મહીડાં છલકે રે! તારી વાંસલડી સુણી આજ, હૈડાં ઢળકે રે!- મારી ગાવડિયોનાં શુદ્ધ ગોરસ મીઠડાં રે, તારી બંસરીએ લૂંટી બુદ્ધ, પડતાં દીઠડાં રે! ડાળે ડાળે મંજરી હાલે ઝૂલી પૂર: બોલે બોલે બંસરી સુણતાં ડોલે મારું ઉર: …

વિજોગણ / અરદેશર ફરામજી ખબરદાર

શીઆળો શૂળે ગયો ને ઊનાળો ધૂળે વહ્યો, સરવરિયાં છલકે રે મારી આંખમાં; દીપ હોલાયા આંગણે ને ફૂલ સૂકાયાં ફાગણે, સરસરિયાં વરસે રે શ્રાવણ સાખમાં. કાગા બોલે બારણે ને દોડી જાઉં ઓવારણે, ઊના રે ધખતા ત્યાં સૂના ઓટલા; કોયલડી કૂ કૂ …