પ્રભુજીને પડદામાં રાખ મા પૂજારી, તારા- આતમને ઓઝલમાં નાખ મા. વાયુ વીંઝાશે ને દીવડો હોલાશે એની, ભીતિ વંટોળિયાની ભાખ મા, આડે ઊભો તારો દેહ અડીખમ બાપુ, ભળી જાશે ખાખમાં. પુજારી, તારા- આતમને ઓઝલમાં નાખ મા. ઊડી ઊડીને આવ્યાં પંખી હેમાળેથી થાક ભરેલો એની પાંખમાં; સાત સમુંદરને પાર કર્યા એનું નથી રે ગુમાન એની આંખમાં. પૂજારી,… Continue reading ઓઝલમાં નાખ મા / ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી
Category: Gujarati Poetry
હું ને મીરાં / ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી
એક વાર હું ને મીરાં મથુરામાં ગ્યા’તાં, ઘૂઘરીને ઘમકારે ઘેલાં ઘેલાં થ્યાં’તાં : એકવાર હું ને મીરાં મથુરામાં ગ્યાં’તાં, હાથમાં લાકડીઓ હતી, પગમાં ચાખડીઓ હતી : મંદિરની ઓસરીમાં રાત અમે રયાં’તાં એક વાર હું ને મીરાં મથુરામાં ગ્યાં’તાં. કાળા કાળા કૃષ્ણ હતા, ગોરી ગોરી ગોપીઓ, બોરિયાળી બંડી ને માથે કાન-ટોપીઓ : રાસની રંગતમાં અમે કાન… Continue reading હું ને મીરાં / ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી
મેંદી રંગ લાગ્યો રે / ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી
મેંદી તે વાવી માળવે એનો રંગ ગયો ગુજરાત રે મેંદી રંગ લાગ્યો રે — નાનો દેરીડો લાડકો ભાભી, રંગો તમારા હાથ રે મેંદી રંગ લાગ્યો રે ! — આંગળીઓ રંગી ને રંગી હથેલી રંગી બેઠી હું તો મનડુંયે ઘેલી : કરી પાનીઓ લાલ ગુલાલ રે મેંદી રંગ લાગ્યો રે ! — ફાગણને ફુલેકે ખીલ્યો’તો ખાખરો,… Continue reading મેંદી રંગ લાગ્યો રે / ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી
આંધળી માનો કાગળ / ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી
અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત, પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવતી ખત, ગગો એનો મુંબઈ ગામે; ગીગુભાઈ નાગજી નામે. લખ્ય કે, માડી ! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઈ, કાગળની એક ચબરખી પણ, તને મળી નથી, ભાઈ ! સમાચાર સાંભળી તારા; રોવું મારે કેટલા દ્હાડા ? ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને… Continue reading આંધળી માનો કાગળ / ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી
સ્નેહ સૌંદર્ય / અરદેશર ફરામજી ખબરદાર
સ્નેહ સૌંદર્ય છે સર્વને સ્પર્શતું, સ્નેહ આનંદ છે વિશ્વભરતો; સ્નેહ સ્વાતંત્ર્ય છે સર્વ જીવનતણું, સ્નેહ સંવાદ છે ભેદ હરતો; સ્નેહ છે સત્ય સંભળાતું સૃષ્ટિને, સ્નેહ છે આત્મની પરમ શક્તિ; સ્નેહ છે સ્વામી આ સૃષ્ટિને ધારતો, સ્નેહમાં છે વસી સર્વ ભક્તિ! સૂર્યને જોય તે સૂર્યકિરણો ગ્રહી દેહ ને રૂપમાં દીપ્તિ ધારે; તેમ એ સ્નેહકિરણો ઉરે ધારતાં… Continue reading સ્નેહ સૌંદર્ય / અરદેશર ફરામજી ખબરદાર
સદાકાળ ગુજરાત / અરદેશર ફરામજી ખબરદાર
૧ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! જ્યાં જ્યાં ગુજરાતી બોલાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત. ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ, જ્યાં ગુર્જરના વાસ; સૂર્યતણાં કિરણો દોડે ત્યાં સૂર્યતણો જ પ્રકાશ: જેની ઉષા હસે હેલાતી, તેનાં તેજ પ્રફુલ્લ પ્રભાત! જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! ૨ ગુર્જર વાણી, ગુર્જર લહાણી,… Continue reading સદાકાળ ગુજરાત / અરદેશર ફરામજી ખબરદાર
ગુણવંતી ગુજરાત / અરદેશર ફરામજી ખબરદાર
ગુણવંતી ગુજરાત! અમારી ગુણવંતી ગુજરાત! નમિયે નમિયે માત! અમારી ગુણવંતી ગુજરાત! મોંઘેરા તુજ મણિમંડપમાં ઝૂકી રહ્યાં અમ શીશ: માત મીઠી! તુજ ચરણ પડીને માગિયે શુભ આશિષ!- અમારી ગુણવંતી ગુજરાત! મીઠી મનોહર વાડી આ ત્હારી નંદનવન શી અમોલ: રસફૂલડાં વીણતાં વીણતાં ત્યાં કરિયે નિત્ય કલ્લોલ!- અમારી ગુણવંતી ગુજરાત! સંત મહંત અનંત વીરોની વ્હાલી અમારી માત! જય… Continue reading ગુણવંતી ગુજરાત / અરદેશર ફરામજી ખબરદાર
અમારો દેશ / અરદેશર ફરામજી ખબરદાર
અમે ભરતભૂમિના પુત્રો! અમ માત પુરાણ પવિત્ર, રે જેનાં સુંદર સૂત્રો ઝળકાવે ઉચ્ચ ચરિત્ર; અમ અંતરને ઉદ્દેશી કરશું હોકાર હમેશાં- અમે દેશી, દેશી, દેશી! ઓ દિવ્ય અમારો દેશ! અંધાર વિશે અથડાતાં, કે ફરતાં ભવ્ય પ્રકાશ, પડતાં રડતાં રગડાતાં, કે કરતાં હાસ્યવિલાસ: પળપળ અમ ઉરનિધિએ શી હા ઊછળે ઊર્મિ અશેષ!- અમે દેશી, દેશી, દેશી! ઓ દિવ્ય… Continue reading અમારો દેશ / અરદેશર ફરામજી ખબરદાર
રક્ષાબંધન / અરદેશર ફરામજી ખબરદાર
મોર્યા ને મહાલ્યા મેહુલા રે, ભરભર નીતર્યાં નેવ રે, વીરાજી મારા! બાંધો બળેવની રાખડી રે! વીરાને આંગણ મહાલવા રે આવી બહેનાંની બળેવ રે, વીરાજી મારા! બાંધો બળેવની રાખડી રે! આજે શ્રીફળની પર્વણી રે, ધારે મહેરામણ ધીરે રે વીરાજી મારા! બાંધો બળેવની રાખડી રે! ગાજે બહેનીને અંતરે રે કુળનો મહેરામણ વીર રે, વીરાજી મારા! બાંધો બળેવની… Continue reading રક્ષાબંધન / અરદેશર ફરામજી ખબરદાર
ઉષાનું ગાન / અરદેશર ફરામજી ખબરદાર
કે આભમાં ચાલે ઊંડી ગોઠડી રે, કે હોલાતા રજનીના દીપ: કે રસિયાં! જોજો શુભની વાટડી રે; કે ધીમે ઊઘડે બારી પૂર્વની રે, ને આવું હસતી સર્વ સમીપ! કે રસિયાં જોજો શુભની વાટડી રે! કે રવિરથની રજ આવે ઊતરી રે, કે ઊભી ધરણી લઈ ફૂલછાબ: કે રસિયાં! જોજો શુભની વાટડી રે; કે ગુલપાંદડીઓ ઊડે આભમાં રે,… Continue reading ઉષાનું ગાન / અરદેશર ફરામજી ખબરદાર