ચાનક અંગ / અખો ભગત

હઠ કરી નૈં ઓળખ્યા હરિ, કાચો જીવ જાશે નિસરી; જેમ નિંભાડે ભાજન કાચું રયું,ન સયું કામ માટિથું ગયું; છતી બુદ્ધિયે હરિ નૈં અભ્યસ્યો, તો ડાહ્યા થતાં ઠેકાણે થશો. મૂક મછર(મત્સર) ને પરહર માન,ચતુરાઇ સામું છે જાન(હાનિ); કરકરો થયે કાળ નવ બિયે, જોરે જમ જીત્યો છે કિયે; ગળિત થશે ઉતરશે ગાળ, અખા હરિ મળવાનો એ કાળ.… Continue reading ચાનક અંગ / અખો ભગત

પ્રપંચ અંગ / અખો ભગત

પ્રાય પ્રપંચ આળપંપાળ, પંડિતે તેનાં ગુંથ્યા જાળ; શ્ર્લોક સુભાષિત મીઠી વાણ, તેણે મોહ્યા કવિ અજાણ; કહે અખો મર્મ સમજ્યા પખે, સંસ્કૃતનું પ્રાકૃત કરી લખે. કવિએ શક્ય જણાવા કાજ, ગાજે જેમ રોહણીનો ગાજ; વૃષ્ટિ થવાને નવ ગડગડે, સામો અવધ્યોથો પાછો પડે; મિથ્યા સંસાર સાચો કવિ કવે, રખે અખા તું એવું લવે. પૂજાવા મનમાં બવ કૌડ, શબ્દતણા… Continue reading પ્રપંચ અંગ / અખો ભગત

શ્થુળદોષ અંગ / અખો ભગત

દોષ ન જોઇશ કેના ભૂર, તો હરિ દેખીશ બૌ ભરપૂર; મેલી આંખે ક્યમ દીસે વસ્ત, જેણે જોયાં આમિષ ને અસ્ત; અખા તો જ દીસે આતમા, જો નાવે રસના તાસમાં પુરુષાકાર પૂરણબ્રહ્મ, જેણે સમજ્યો મુળગો મર્મ; કર્મવાક્ય જીવબુદ્ધિ ગાય, સ્વયં વિના સિદ્ધાંત ન થાય; નિજનું જ્ઞાન નિજરૂપે હોય, પાલો અખા જેમ થાયે તોય. અણલિંગી હરિજનની કળા,… Continue reading શ્થુળદોષ અંગ / અખો ભગત

વેષનિંદા અંગ / અખો ભગત

સૂતર આવે તેમ તૂં રહે,જ્યમ ત્યમ કરિને હરિને લહે; નેશ ટેક ને આડી ગલી,પેઠો તે ન શકે નિકળી; અખા કૃત્યનો ચઢશે કષાય,રખે તૂં કાંઇ કરવા જાય. ખટદર્શનના જુજવા મતા,માંહોમાંહી ખાધા ખતા; એકનું થાપ્યું બીજો હણે,અન્યથી આપને અધકો ગણે; અખા એજ અંધારો કુવો,ઝગડો ભાંગી કોઇ ન મુવો. હું ટાળી અછતો થૈ રહે,હરિપ્રભામાંહે થૈ વહે; પોતાપણેથી જે… Continue reading વેષનિંદા અંગ / અખો ભગત

આભડછેટ નિંદા અંગ / અખો ભગત

આભડછેટ અંત્યજની જણી, બ્રાહ્મણ વૈષ્ણવ કીધા ધણી; બારે માસ ભોગવે એ બે, સૌને ઘેર આવી ગઇ રહે; અખા હરિ જાણે જડ જાય, નૈં તો મનસા વાચા પેશીરે કાય. ઇશ્વર જાણે તે આચાર, એ તો છે ઉપલો ઉપચાર; મીઠાં મૌડાં માન્યાં દ્રાક્ષ, અન્ન નોય અન્નમાંની રાખ; સોનામખી સોનું નવ થાય, અખા આંધળીને પાથરતાં વાણું વાય. પોતાનાં… Continue reading આભડછેટ નિંદા અંગ / અખો ભગત

Ley Ke Koi Khabar Nhi Aata

  ley ke koi khabar nhi aata Ab to qaasid idhar nhi aata Lot aany ka waadah karte hyn, Par koi lot kr nhi aata Kab se palkein bichay betha hoon, Chand kyonkar nazar nahi aata Apni hasti mita deta azhar, Tuu agar Waqt per nahi aata