પ્રતીતિ અંગ / અખો ભગત

હરિ પામવા સૌ તપ કરે, અખો હરિમાં મેળે ફરે મારે સમરસ શેજ સંયોગ, સાવ સ્વતંતર પામ્યો ભોગ જેમ ભરસાગરે તીમિંગલ રમે, હું હરિમાં તો દેહ કોણ દમે. પેરેપેરે મેં જોયું મથી, જે હરિવિના પદારથ નથી તો આઠ વેંતનો હું જે ઘડ્યો, તે તે ક્યાં અળગો જઇ પડ્યો એમ જોતાં હરિ લાગ્યો હાથ, ટળ્યો અખો ને… Continue reading પ્રતીતિ અંગ / અખો ભગત

જ્ઞાની અંગ / અખો ભગત

સકળ લોક ત્યમ જ્ઞાતા પુરુષ, એમ જાણે તે નર છે મૂરખ; દેહવિષે સૌ સરખા ગણે, જેમ કંચનતાર ત્રાપડમાં વણે; અખા અમૃત તે પાણી નોય, રસ જાણી ગણશો માં તોય. જ્ઞાનીનો લક્ષ પરપંચપાર, જેમ નાવ ચાલે ધ્રુને આધાર; વણ વાળી જેમ વહે છે નદી, આવી મેલાણ કરે ઉદધી; જેમ દીપક કેરી ગત્ય ગગન, એમ પરબ્રહ્મમાં અખા… Continue reading જ્ઞાની અંગ / અખો ભગત

ધીરજ અંગ / અખો ભગત

બ્રહ્માદિક નવ પામ્યા પાર, એમ જાણીને ખાશો માર; અગમ અગોચર સૌને હરિ, બ્રહ્માકીટલગી માયા આવરી; અખા હરિ જો મળનારા થાય, તો ન ગણે ઊંચનીચ રંકરાય. કુળ અધિકાર અધ્યયન ચાતુરી, પાપીમૂર્ખ ત્યાં ન જુવે હરિ; જેમ વાયાની વળણે લાગે લાય, પણ ડાબું જમણું ન ગણે વાય; ત્યમ ઊંચનીચ ન ગણે નારાણ, અખા એમ ખરાખરી જાણ.

કવિ અંગ / અખો ભગત

કવિતા ઘણા કવિ કવી ગયા, અધાપિ કવે પ્રત્યક્ષ રહ્યા; વળી આગળ કવશે બહુ કવિ, મનની વૃત્યમાં જો જો અનુભવી; અખા મનાતીત તેમનું તેમ, મનની વૃત્યમાં મનની ગમ્ય. જ્ઞાનીની કવિતા ન ગણીશ, કિરણ સૂર્યનાં કેમ વરણીશ; શબ્દતણો છેડો કેમ થાય, આકાશને કેમ તોળ્યું જાય; એવું વચન અલિંગીતણું, અખા નહીં કોય પર આપણું. સ્થિતિ નહીં આપાપરતણી, પંડ્ય… Continue reading કવિ અંગ / અખો ભગત

સહજ અંગ / અખો ભગત

ધર્મ સતવાદી ભીમ બળવંત, સેદેવ જોશી જાણે તંત; અર્જુન બાણાવળી નકુળ ચતુર, સાથ જેને શ્રીકૃષ્ણ હજુર; વન ભોગવતા દુખિયા થયા, પામી રાજ્ય અધુરા ગયા; સહેજે જે થાયે તે થાય, કર્તવ્યનું બળ અખો ન ગાય. સુધું સમજી સુખિયો થા, મૂકી આપ ઇશ્વરમાં જા; ધરમ અરથ મોક્ષને કામ, એ માયા પગ મૂક્યાં ઠામ; નિસ્પૃહી તે નિરાળો રહે,… Continue reading સહજ અંગ / અખો ભગત

કુટફળ અંગ / અખો ભગત

તિલક કરતાં ત્રેપન વહ્યાં, જપમાળાનાં નાકાં ગયાં; તીરથ ફરી ફરી થાક્યાં ચર્ણ, તોય ન પહોંચ્યા હરિને શર્ણ; કથા સુણી સુણી ફુટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન. એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ; પાણીને દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન; એ તો અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત. મુક્તિ બંધ… Continue reading કુટફળ અંગ / અખો ભગત

જ્ઞાનદગ્ધ અંગ / અખો ભગત

જ્ઞાનદગ્ધ તે બળ્યા ઓગણા, કથતા વધતા દીસે ઘણા; વાવ્યા ન ઉગે અન્ન ન થાય, તેમ બ્રહ્મકર્મ બેઉથા જાય; કહે અખો નર વંઠ્યા સરે, નરનારીની નિંદા કરે. બ્રહ્મ કર્મ ઉભેથા ભ્રષ્ટ, જેમ અધછેધા કુકટને કષ્ટ; સંપ્રદાય શુદ્ધ ન આવ્યું જ્ઞાન, મનમાં તે જ્ઞાનીનું માન; કહે અખો નર મુક્તા ફરે, નગર છુટી ધેનુ ઓખર કરે. દોષ દૃષ્ટિ… Continue reading જ્ઞાનદગ્ધ અંગ / અખો ભગત

દંભભક્તિ અંગ / અખો ભગત

જો હરિમાર્ગે ચાલે જંત, વેશ અભિમાન શું કાઢ્યા દંત; જેમ તેમ પંથ કાપ્યાશું કામ, તો આવે હરિરૂપી ગામ; અખા મોહ્યો પંથે ભમ્યો, વાદ કરતાં આયુ નિર્ગમ્યો. વેશતણું રાખે અભિમાન, સામું તેણે થાએ જાન; સંસારી મળ ધોવા કાજ, સાબુ મેલને દીધે વાજ; અખા મેલ જો નવ નીકળે, તો મેલું તે કયી પેરે ટળે. નિવૃત્ય પ્રવૃત્ય સમણાંનું… Continue reading દંભભક્તિ અંગ / અખો ભગત

સગુણભક્તિ અંગ / અખો ભગત

સગુણભક્તિ મોતી ઘુઘરી, મનમોહન દીસે તે ખરી; અંતરતાપ ક્ષુધા નવ શમે, સામા મનોરથપેરે દમે; એ અખા સમજ દેહવેહવાર, જન્મમરણ ન ટળે સંસાર. પડતું સુવર્ણ ને બીજું મન, તેનું ધોવું ધાવું નોય જતન; જો મર્મ ખાર અગ્નિને મળે, તો થાય ચોખ્ખું મન પાછું વળે; મનનીં કીધી સર્વ ઉપાધ્ય, મનાતીત અખા આરાધ્ય. અણજાણ્યે જ્યાં ગુરુ કરી પડે,… Continue reading સગુણભક્તિ અંગ / અખો ભગત

સુક્ષ્મદોષ અંગ / અખો ભગત

નૈં પાપી ને નૈં પુણ્યવંત, એકલમલ તે સાચા સંત; કાળચક્ર તે સ્વભાવે ફરે, સેજે ઉપજે સેજે મરે; એમ જાણીને અખા જા ભળી, પુનરપિની કચકચ ગૈ ટળી. ગ્રંથમાંઇ જેમ તેમ હો, પણ તરી નીસરે તેને શેનો ભો; તું જાને જીવતો મરી, પછી દેણું લેણું રેશે ઠરી; તાણો જીવ અખા ગયો ટળી, હવે શાંશો વાણો રેશે મળી.… Continue reading સુક્ષ્મદોષ અંગ / અખો ભગત