કે ઝઘડો લોચનમનનો… / દયારામ

લોચનમનનો રે! કે ઝઘડો લોચનમનનો! રસિયા તે જનનો રે! કે ઝઘડો લોચનમનનો! પ્રીત પ્રથમ કોણે કરી, નંદકુંવરની સાથ? મન કહે, ‘લોચન તેં કરી’, લોચન કહે, ‘તારે હાથ.’ નટવર નિરખ્યા નેન! તેં સુખ આવ્યું તુજ ભાગ; પછી બંધાવ્યુ મુજને, લગન લગાડી આગ!’ ‘સુણ ચક્ષુ ! હું પાંગળું, તું મારું વાહન’ નિગમઅગમ કહ્યું સાંભળ્યું, દીઠા વિના ગયુ… Continue reading કે ઝઘડો લોચનમનનો… / દયારામ

Published
Categorized as Dayaram

કિયે ઠામે મોહની / દયારામ

કિયે ઠામે મોહની ન જાણી રે, મોહનજી, કિયે ઠામે મોહની ન જાણી રે? મોહનજી. ભ્રકુટીની મટકમાં કે ભાળવાની લટકમાં, કે શું મોહની ભરેલી વાણી રે? મોહનજી. ખિટળિયાળા કેશમાં કે મદનમોહન વેશમાં, કે મોરલી મોહનની પિછાણી રે? મોહનજી. શું મુખારવિંદમાં કે મંદહાસ્ય ફંદમાં, કે કટાક્ષે મોહની વખાણી રે? મોહનજી. કે શું અંગેઅંગમાં કે લલિતત્રિભંગમાં, કે શું… Continue reading કિયે ઠામે મોહની / દયારામ

Published
Categorized as Dayaram

કાળજ કોર્યું તે કોને કહીએ / દયારામ

કાળજ કોર્યું તે કોને કહીએ રે ઓધવ! છેલછબીલડે? વેરી હોય તો વઢતાં રે ફાવીએ, પણ પ્રાણથી પ્યારો એને લહીએ રે! ઓધવ! ધીખીએ ઢાંક્યા તે કહ્યે નવ શોભીએ, ડાહ્યાં શું વાહ્યાં નાને છૈયે રે! ઓધવ! સોડનો ઘાવ માર્યો સ્નેહી શામળિયે! કિયા રાજાને રાવે જઈએ રે! ઓધવ! કળ ન પડે કાંઈ પેર ન સૂઝે! રાત દિવસ ઘેલાં… Continue reading કાળજ કોર્યું તે કોને કહીએ / દયારામ

Published
Categorized as Dayaram

કાનુડો કામણગારો રે / દયારામ

કાનુડો કામણગારો રે, સાહેલી, આ તો કાનુડો કામણગારો રે! રંગે રૂડો ને રૂપાળો રે, સાહેલી, આ તો કાનુડો કામણગારો રે! રંગ રાતોરાતો મદમાતો, ને વાંસલડીમાં ગીતડાં ગાતો, હે એનાં નેણાં કરે ચેનચાળો રે, સાહેલી, આ તો કાનુડો કામણગારો રે! ભરવાને ગઈ’તી પાણી રે એને પ્રેમપીડા ભરી આણી રે, ઘેલી થઈ આવી શાણી રે, સાહેલી, આ… Continue reading કાનુડો કામણગારો રે / દયારામ

Published
Categorized as Dayaram

ઓ વ્રજનારી! / દયારામ

ઓ વ્રજનારી! શા માટે તું અમને આળ ચડાવે? પુણ્ય પૂરવ તણાં, એથી પાતળીયો અમને લાડ લડાવે. મેં પૂરણ તપ સાધ્યાં વનમાં, મેં ટાઢતડકા વેઠ્યાં તનમાં, ત્યારે મોહને મ્હેર આણિ મનમાં, ઓ વ્રજનારી! હું ચોમાસે ચાચર રહેતી, ઘણી મેધઝડી શરીરે સહેતી, સુખદુઃખ કાંઇ દિલમાં નવ લ્હેતી, ઓ વ્રજનારી! મારે અંગ વાઢ વઢાવિયા, વળી તે સંઘાડે ચડાવિયા,… Continue reading ઓ વ્રજનારી! / દયારામ

Published
Categorized as Dayaram