ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર; સંસ્કૃત બોલે તે શું થયું, કાંઇ પ્રાકૃતમાંથી નાસી ગયું; બાવનનો સઘળો વિસ્તાર, અખા ત્રેપનમો જાણે પાર. સંસ્કૃત પ્રાકૃત જેવડે ભણે, જેમ કાષ્ટવેષે રહ્યો ભાથા કણે; તે છોડ્યાં બાણો નાવે અર્થ, તેમ પ્રાકૃતવિના સંસ્કૃત તે વ્યર્થ; બધા દામ વેપારી લખે, અખા વ્યાજ નોય છુટા પખે. હરખે કરખે… Continue reading ભાષા અંગ / અખો ભગત
Category: Akho Bhagat
ચાનક અંગ / અખો ભગત
હઠ કરી નૈં ઓળખ્યા હરિ, કાચો જીવ જાશે નિસરી; જેમ નિંભાડે ભાજન કાચું રયું,ન સયું કામ માટિથું ગયું; છતી બુદ્ધિયે હરિ નૈં અભ્યસ્યો, તો ડાહ્યા થતાં ઠેકાણે થશો. મૂક મછર(મત્સર) ને પરહર માન,ચતુરાઇ સામું છે જાન(હાનિ); કરકરો થયે કાળ નવ બિયે, જોરે જમ જીત્યો છે કિયે; ગળિત થશે ઉતરશે ગાળ, અખા હરિ મળવાનો એ કાળ.… Continue reading ચાનક અંગ / અખો ભગત
પ્રપંચ અંગ / અખો ભગત
પ્રાય પ્રપંચ આળપંપાળ, પંડિતે તેનાં ગુંથ્યા જાળ; શ્ર્લોક સુભાષિત મીઠી વાણ, તેણે મોહ્યા કવિ અજાણ; કહે અખો મર્મ સમજ્યા પખે, સંસ્કૃતનું પ્રાકૃત કરી લખે. કવિએ શક્ય જણાવા કાજ, ગાજે જેમ રોહણીનો ગાજ; વૃષ્ટિ થવાને નવ ગડગડે, સામો અવધ્યોથો પાછો પડે; મિથ્યા સંસાર સાચો કવિ કવે, રખે અખા તું એવું લવે. પૂજાવા મનમાં બવ કૌડ, શબ્દતણા… Continue reading પ્રપંચ અંગ / અખો ભગત
શ્થુળદોષ અંગ / અખો ભગત
દોષ ન જોઇશ કેના ભૂર, તો હરિ દેખીશ બૌ ભરપૂર; મેલી આંખે ક્યમ દીસે વસ્ત, જેણે જોયાં આમિષ ને અસ્ત; અખા તો જ દીસે આતમા, જો નાવે રસના તાસમાં પુરુષાકાર પૂરણબ્રહ્મ, જેણે સમજ્યો મુળગો મર્મ; કર્મવાક્ય જીવબુદ્ધિ ગાય, સ્વયં વિના સિદ્ધાંત ન થાય; નિજનું જ્ઞાન નિજરૂપે હોય, પાલો અખા જેમ થાયે તોય. અણલિંગી હરિજનની કળા,… Continue reading શ્થુળદોષ અંગ / અખો ભગત
વેષનિંદા અંગ / અખો ભગત
સૂતર આવે તેમ તૂં રહે,જ્યમ ત્યમ કરિને હરિને લહે; નેશ ટેક ને આડી ગલી,પેઠો તે ન શકે નિકળી; અખા કૃત્યનો ચઢશે કષાય,રખે તૂં કાંઇ કરવા જાય. ખટદર્શનના જુજવા મતા,માંહોમાંહી ખાધા ખતા; એકનું થાપ્યું બીજો હણે,અન્યથી આપને અધકો ગણે; અખા એજ અંધારો કુવો,ઝગડો ભાંગી કોઇ ન મુવો. હું ટાળી અછતો થૈ રહે,હરિપ્રભામાંહે થૈ વહે; પોતાપણેથી જે… Continue reading વેષનિંદા અંગ / અખો ભગત
આભડછેટ નિંદા અંગ / અખો ભગત
આભડછેટ અંત્યજની જણી, બ્રાહ્મણ વૈષ્ણવ કીધા ધણી; બારે માસ ભોગવે એ બે, સૌને ઘેર આવી ગઇ રહે; અખા હરિ જાણે જડ જાય, નૈં તો મનસા વાચા પેશીરે કાય. ઇશ્વર જાણે તે આચાર, એ તો છે ઉપલો ઉપચાર; મીઠાં મૌડાં માન્યાં દ્રાક્ષ, અન્ન નોય અન્નમાંની રાખ; સોનામખી સોનું નવ થાય, અખા આંધળીને પાથરતાં વાણું વાય. પોતાનાં… Continue reading આભડછેટ નિંદા અંગ / અખો ભગત