થોડો વગડાનો શ્વાસ / જયન્ત પાઠક

થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં, પ્હાડોનાં હાડ મારા પિંડમાં ને નાડીમાં નાનેરી નદીઓનાં નીર; છાતીમાં બુલબુલનો માળો ને આંગળીમાં આદિવાસીનું તીણું તીર; રોમ મારાં ફરકે છે ઘાસમાં, થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં. સૂરજનો રંગ મારાં પાંદડાં પિયે ને પિયે માટીની ગંધ મારાં મૂળ; અર્ધું તે અંગ મારું પીળાં પંતગિયાં ને અર્ધું તે તમરાંનું કુળ; થોડો… Continue reading થોડો વગડાનો શ્વાસ / જયન્ત પાઠક