કવિતા / જયન્ત પાઠક

ચોકની વચ્ચે ઊભી કરેલી શૂળી પર ચડી હસતાં હસતાં વીંધાઈ જવાની હિંમત છે ? ધગધગતા અંગારાને હથેળીમાં લઈને રમાડવાની આવડત છે ? ચણોઠીઓ ફૂંકી ફૂંકીને તાપણું કરી તાપવાની ધીરજ છે ? ઊભી દીવાલમાંથી આરપાર નીકળી જવાની હિકમત છે ? કરોળિયાના જાળામાં આખા બ્રહ્માંડને તરફડતું જોવાની આંખ છે ? હોય તો તું કવિતા કરી શકે –… Continue reading કવિતા / જયન્ત પાઠક

પ્રેમની કવિતા / જયન્ત પાઠક

તારા પ્રેમની કવિતા કરીને એકલો એકલો વાંચું છું ત્યારે – સામેનું વૃક્ષ ડોલી ઊઠે છે; છેડાયેલી કોયલ બોલી ઊઠે છે; કળીઓ ખીલતી ખીલતી જરાં થંભી જાય છે, વાયરો રમતો રમતો જરા જંપી જાય છે, સાંજની ડાળ પર બેઠેલા પંખીની પાંખ અચાનક ફફડી ઊઠે છે. મૂગું આકાશ તારાઓમાં તતડી ઊઠે છે; અંધકારના રેશમી વાળ ક્ષિતિજની પાતળી… Continue reading પ્રેમની કવિતા / જયન્ત પાઠક

આદિમ અંધકાર / જયન્ત પાઠક

અંધકારના આદિમ વનથી – અસલ વતનથી – હમણાં આવ્યો છું બ્હાર હજી હમણાં છેદાઈ નાળ ! સૂંઘી લો તાજા પ્રસવેલા ડિમ્ભ શરીરના લોહીમાંસની વાસ; ભેજથી ભર્યા વાયુનો શ્વાસ; તામસી તમરાંનો ચિત્કાર વાળમાં અંધકારની જાળ રોમરોમમાં પુલકે મારા આદિમ જંગલ ઘાસ; નખની માટીમાંથી મળશે ધરબાયેલાં અંધકારનાં બીજ; અડી જુઓ આ ચામડીને તો ખરબચડા તરુથડની થશે પતીજ.… Continue reading આદિમ અંધકાર / જયન્ત પાઠક

વસંત / જયન્ત પાઠક

વાયા વસંતપવનો વનમાં, દ્રુમોની કાયા થકી પરણ-ચુંદડીઓ ઉડાડી; શી સોહતી ફૂલથી અંગકલા ઉઘાડી ! સૌ રંગમાં, શરમ રાખતું કોણ કોની? ફૂલે ફૂલે ભ્રમરટોળી ભમંત ધૃષ્ટ એકે ય અંગ નહિ અંગથી રહે અસ્પૃષ્ટ; ઊડે ઘટામહીંથી પંચમનો પરાગ; ને રોમરોમ ઊઠી ખાખરઅંગ આગ. વાયા વસંતપવનો જનમાં, અનંગે પ્રત્યેક પુષ્પશર તીણું બનાવી તાક્યું; વીંધાઈને જ રમવાનું સુરક્ત રંગે… Continue reading વસંત / જયન્ત પાઠક

તવ ચરણે / જયન્ત પાઠક

તવ ચરણે, તવ શરણે પ્રભુ હે આ જીવને ને મરણે. આ મુજ મનની ચંચલ ધેનુ મુરલી મધુરના નાદે; રહો અનુસરી તવ પદરેણુ બદ્ધ રહો અનુરાગે. વિરત સ્વૈરવનભ્રમણે. -પ્રભુ હેo આ જીવનની જમનાનાં જલ વહો ચરણ તુજ ધોતાં; શમો સકલ તારે જલ નિસ્તલ નિજનું નિજત્વ ખોતાં. નિઃસીમના સુખશયને. -પ્રભુ હેo

વ્યાકુલ / જયન્ત પાઠક

પલ પલ વ્યાકુલ પ્રાણ પ્રીતમ હે પલ પલ વ્યાકુલ પ્રાણ. દિનભર તુજને ફરું ઢૂંઢતો જગ જંગલ કેડીમાં; રાતે અવિરત રાખું બળતા લોચનદીપ મેડીમાં; ક્યાંય ન તુજ એંધાણ. – પ્રીતમ હેo રટી રટીને રંગ તણા મુજ ખૂટી રહ્યા છે શ્વાસ; ઘટે કસોટી કંચનની હું રજ, ચરણનકી આસ; પ્રગટ કરો પિછાન. – પ્રીતમ હેo

પ્રિયજનની પગલીઓ / જયન્ત પાઠક

પ્રિયજનની પગલીઓ જાણે વનફૂલની ઢગલીઓ ! એનાં દરશનથી દિલ અવનવ ધરે રંગ ને રૂપ; એના સ્મરણપરાગે લોટે મનનો મુગ્ધ મધુપ; મ્હેકે અંતરગલીઓ.- પ્રિય0 પલપલ કાલ પ્રતિ વહી જાતી જીવન જમના ઘાટે; વિરહાકુલ અંતરની સૂની વૃંદાવનની વાટે; જાણે મોહન મળીઓ ! -પ્રિય0

ગ્રીષ્મ / જયન્ત પાઠક

સૌમ્ય બે શિવનાં નેત્રો સમાં પ્રાતર્ અને નિશા, મધ્યે મધ્યાહ્નની ત્રીજા હરનેત્રની ઉગ્રતા. ઘટામાં વૃક્ષની ઘેરી ક્લાન્ત આતપથી ઢળ્યો, માતરિશ્વા રહ્યો હાંફી ઉષ્ણ શ્વાસે દઝાડતો. આકાશી આમ્રના વૃક્ષે, પાતળાં જલદાન્વિત, શોભે મધ્યાહ્નનો સૂર્ય, પાકેલી શાખ સો પીત. ઉઘાડે અંગ જાણે કો જોગી ફાળ ભરી જતો, છુટ્ટી ઝાળજટા એની તામ્રવર્ણી ઉડાડતો. ઢળતી સાંજ ને ઓછી થતી… Continue reading ગ્રીષ્મ / જયન્ત પાઠક

ઉનાળો / જયન્ત પાઠક

રે આવ્યો કાળ ઉનાળો અવની અખાડે, અંગ ઉઘાડે, અવધૂત ઝાળજટાળો. રે આવ્યોo એના શ્વાસે શ્વાસે સળગે ધરતી કેરી કાયા; એને પગલે પગલે ઢળતા પ્રલય તણા પડછાયા. ભરતો ભૈરવ ફાળો.- રે આવ્યોo એના સૂકા હોઠ પલકમાં સાત સમુન્દર પીતા; એની આંખો સળગે જાણે સળગે સ્મશાન ચિતા. સળગે વનતરુડાળો.-રે આવ્યો0 કોપ વરસતો કાળો રે આવ્યો કાળ ઉનાળો.

માણસ / જયન્ત પાઠક

રમતાં રમતાં લડી પડે ભૈ, માણસ છે ! હસતાં હસતાં રડી પડે ભૈ, માણસ છે ! પહાડથી યે કઠ્ઠણ મક્ક્મ, માણસ છે; દડ દડ દડ દડ દડી પડે ભૈ, માણસ છે ! ચંદર ઉપર ચાલે ચપચપ, માણસ છે; ને બે ડગલે ખડી પડે ભૈ, માણસ છે ! સૂર્યવંશીનો પ્રતાપ એનો, માણસ છે; ભરબપ્પોરે ઢળી પડે… Continue reading માણસ / જયન્ત પાઠક