દીકરા સાથે રહેવા મા હૃદયમાં હર્ષ રાખે છે. દીકરો બીમાર મા માટે અલગથી નર્સ રાખે છે. સ્હેજ અડતાંમાં જ દુઃખો સામટાં થઈ જાય છે ગાયબ, મા હથેળીમાં સતત જાદૂઈ એવો સ્પર્શ રાખે છે. આપી દે થોડાં પતિને, આપી દે સંતાનને થોડાં, મા સ્વયંને જીવવા તો એક પણ ક્યાં વર્ષ રાખે છે. ઠેસ બાળકને કદી ક્યાંયે… Continue reading દીકરા સાથે રહેવા / અનિલ ચાવડા
Category: Anil Chavda
સંપ માટીએ કર્યો / અનિલ ચાવડા
સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ, ઈંટનું ટોળું મળ્યું તો ભીંત થઈ. કાન તો કાપી લીધા’તા ભીંતના, તો પછી આ વાત ક્યાંથી લીક થઈ? હું કળી માફક જરા ઊઘડી ગયો, એટલામાં પણ તને તકલીફ થઈ? આંસુનો સર્વે કર્યો તો જાણ્યું કે- આંખમાં વસ્તી વધારે ગીચ થઈ. કેટલું સારું છે ઊડતા પંખીને, કોઈ ચિંતા નહિ કઈ… Continue reading સંપ માટીએ કર્યો / અનિલ ચાવડા
જીવન ચણવા બેઠા / અનિલ ચાવડા
શ્વાસ નામની સિમેન્ટ લઇને જીવન ચણવા બેઠા અમે રાતનું સૂપડૂં લઇ અંધાર ઊપણવા બેઠા આટલો પણ વિશ્વાસ ન’તો શું મારી ઉપર ? હાથ મિલાવ્યા બાદ તમે આંગણીઓ ગણવા બેઠા વાત યુગોથી ગુપ્ત રહી છે, નથી જાણતું કોઇ અમે કબીરની પહેલાંની આ ચાદર વણવા બેઠા એ જ ઉદાસી, એ જ ઘાવ, ને એ જ બધીયે ભ્રમણા… Continue reading જીવન ચણવા બેઠા / અનિલ ચાવડા
કાયમી પીડા / અનિલ ચાવડા
કાયમી પીડા મને તેં સાંખવાનું કામ સોપ્યું, આગ કાગળના પડીકે બાંધવાનું કામ સોંપ્યું. છું પ્રથમથી શ્વાસનો રોગી અને પાછું ઉપરથી, તેં સતત, એવું સતત કૈં હાંફવાનું કામ સોપ્યું. જળ ભરેલું પાત્ર હો તો ઠીક છે સમજ્યા, પરંતુ, કામ સોપ્યું એય દરિયા ઢાંકવાનું કામ સોપ્યું? વસ્ત્ર સાથે સર્વ ઈચ્છા પણ વણાવી જોઈએ હોં ! એક ચરખો… Continue reading કાયમી પીડા / અનિલ ચાવડા
અધીરો છે ઈશ્વર / અનિલ ચાવડા
અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે, તું ચમચી લઈને ઊભો છે દરિયા માગવા માટે ? નયનના કોઈ ખૂણામાં પડ્યું છે ધાન આંસુનું, અમે એમાં મૂક્યાં છે સ્વપ્ન કાચાં પાકવા માટે. કર્યું છે એક ચપટીમાં જ તેં આખુંય જંગલ ખાક, ન ગમતા એક એવા પાંદડાને કાઢવા માટે. સરોવરમાં જઈને નાખ કે જઈને નદીમાં ફેંક, ફક્ત… Continue reading અધીરો છે ઈશ્વર / અનિલ ચાવડા
વધારે કૈં નથી / અનિલ ચાવડા
જો કહું તો માત્ર પટપટ થઈ રહેલી પાંપણો છીએ વધારે કૈં નથી, ને સમયના દાંત ચોખ્ખા રાખવાના દાંતણો છીએ વધારે કૈં નથી. ઊંઘવું કે જાગવું કે બોલવું કે ચાલવું કે દોડવું કે હાંફવું; આ બધામાં એકદમ કારણ વગરનાં કારણો છીએ વધારે કૈં નથી. તું પ્રવાહિતાની જ્યારે વાત છેડે ને તરત હસવું જ આવી જાય છે,… Continue reading વધારે કૈં નથી / અનિલ ચાવડા
કમાલ થઈ ગઈ / અનિલ ચાવડા
કોઈ અડક્યું તો કમાલ થઈ ગઈ, ભીતર ધાંધલધમાલ થઈ ગઈ. કોઈ આંખ જો ભીની થઈ તો, કોઈ આંગળી રૂમાલ થઈ ગઈ. પંખીએ બે ટહુકા વેર્યા, હવા બધીયે ગુલાલ થઈ ગઈ. ડાળે ડાળે શુભ સંદેશા, ઋતુઓ સઘળી ટપાલ થઈ ગઈ. ઝાકળની જયાં વાત કરી ત્યાં, સૂરજ સાથે બબાલ થઈ ગઈ.
સવાર લઈને / અનિલ ચાવડા
આવ્યા અમે ફરીથી એવી સવાર લઈને, કે થઇ ગયો છે સૂરજ છૂટ્ટો પગાર લઈને. તું નિકળે અહીંથી રસ્તો જ હું બની જઉં, બેઠા ઘણા વરસથી આવો વિચાર લઈને. આવી રહી છે ઈચ્છા આ કોનું ખૂન કરવા? આંખે અગન ભરીને કેડે કતાર લઈને. જાતે પસંદ કર્યો છે આ રોગ મેં જ મારો, હું શું કરું તમારી… Continue reading સવાર લઈને / અનિલ ચાવડા
એવા હાલ પર આવી ગયા / અનિલ ચાવડા
એકદમ ગંભીર એવા હાલ પર આવી ગયા. ડૂસકાંઓ પણ બરાબર તાલ પર આવી ગયાં. કોઈ બિલ્લી જેમ ઊતરી પાંપણો આડી છતાં, આંસુ રસ્તાને વટાવી ગાલ પર આવી ગયાં. એમણે એવું કહ્યું જીવન નહીં શતરંજ છે, તો અમે પાછા અમારી ચાલ પર આવી ગયા. શું હશે? સાચું હશે? અફવા હશે? કે શું હશે? સર્વ રસ્તા એકદમ… Continue reading એવા હાલ પર આવી ગયા / અનિલ ચાવડા
જેમ ડાળી પર / અનિલ ચાવડા
જેમ ડાળી પર ફૂલોનો મ્હેકતો પરિચય ઉગે, કોઈ બાળકના નયનમાં એ રીતે વિસ્મય ઉગે. હું સરોવરનો મગર છું કે મને તું છેતરે? એમ કૈં થોડાં જ વૃક્ષોની ઉપર હૃદય ઉગે? છે બધા માણસ સમયની ભૂમિમાં રોપેલ બી, કાળ વીતે એમ ચ્હેરા પર બધાના વય ઉગે. ધર્મ માટે આ જમીનો કેટલી ફળદ્રુપ છે, ક્યાંક કંકુ પણ… Continue reading જેમ ડાળી પર / અનિલ ચાવડા