હે કરુણાના કરનારા / અનામી

હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મેં પાપ કર્યા છે એવાં, હું તો ભૂલ્યો તારી સેવા, મારી ભૂલોને ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું અવળી બાજી, અવળી સવળી કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે પરમ કૃપાળુ વ્હાલા, મેં… Continue reading હે કરુણાના કરનારા / અનામી

Published
Categorized as anaami

સિકંદરના ચાર ફરમાન / અનામી

(૧) મારા મરણ વખતે બધી મિલકત અહીં પથરાવજો મારી નનામી સાથ કબ્રસ્તાનમાં પણ લાવજો જે બાહુબળથી મેળવ્યું એ ભોગવી પણ ના શક્યો અબજોની દોલત આપતાં પણ એ સિકંદર ના બચ્યો. (૨) મારું મરણ થાતાં બધા હથિયાર લશ્કર લાવજો પાછળ રહે મૃતદેહ આગળ સર્વને દોડાવજો આખા જગતને જીતનારું સૈન્ય પણ રડતું રહ્યું વિકરાળ દળ ભૂપાળને નહિ… Continue reading સિકંદરના ચાર ફરમાન / અનામી

Published
Categorized as anaami

ભાવે ભજીલ્યો ભગવાન / અનામી

તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું… કંઈક આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું… એણે દીધેલા કોલ તમે ભૂલી ગયાં, જૂઠી માયા ને મોહમાં ફસાઈ ગયાં, ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન. જીવન થોડું રહ્યું… તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું… બાળપણ ને યુવાનીમાં અડધું ગયું, નહિ ભક્તિના મારગમાં ડગલું ભર્યું, હવે… Continue reading ભાવે ભજીલ્યો ભગવાન / અનામી

Published
Categorized as anaami

તુળસીને પાંદડે તોલાણા / અનામી

ગુણ તો ગોવિંદના ગવાણા ઓ નાથ તમે તુળસીને પાંદડે તોલાણા ઓ નાથ તમે તુળસીને પાંદડે તોલાણા હે જી એવા ગુણ તો ગોવિંદના ગવાણા ઓ નાથ તમે તુળસીને પાંદડે તોલાણા બોડાણે બહુ નમીને સેવ્યા બોલડીયે બંધાણા કૃપા કરીને પ્રભુજી પધાર્યા ડાકોરમાં દર્શાણા ઓ નાથ તમે તુલસીને પાંદડે તોલાણા હેમ બરાબર મૂલ કરીને વાલ સવામાં તોલાણા બ્રાહ્મણને… Continue reading તુળસીને પાંદડે તોલાણા / અનામી