સૂતો નથી / ધ્રુવ જોશી

એવું બને દરરોજ કે, આરામથી સૂતો નથી,
તારી મધુરી યાદમાં રાતેય, હું સૂતો નથી.

સાથી તમારો સાથ માગ્યો, હાથ ઝાલી ચાલવા,
શાને તમે નારાજ છો એ દર્દથી સૂતો નથી.

ઉજાશ ક્યારે આથમ્યો ને, રાત થઈ આકાશમાં,
બંદી કમળના ફૂલમાં, દ્વિરેફ થઈ સૂતો નથી.

આ જિંદગી ના જિંદગી, ગોતું તને વેરાનમાં,
એકાંતમાં થઈ પ્રેરણા, આવો કદી સૂતો નથી.

ચંચલ હવા, પ્યારી શમા, પ્યારા નઝારા પ્યારના,
તારી ભરી મુસ્કાન જોવા, જિંદગી સૂતો નથી.