સંતાકૂકડી રમતાં રમતાં / ધ્રુવ જોશી

સંતા-કૂકડી રમતાં રમતાં સાથીનું સંતાઈ જવું,
શોધી શોધી થાક્યો, દિલમાં એનું આ છૂપાઈ જવું.

આવ્યા’તા રમતા હસતા નિર્દોષ બાળક જેવું,
કાશ, ભલા ના હું સમજ્યો, રમત જીવન છે સાચું.

ગીતા, ભાગવત, રામાયણના શ્લોકના શબ્દો જાણું,
તમે કિંતુ હળવેથી હસતા હસતા, જીવનને સમજાવ્યું.

દુનિયા ચાલે, જીવન ચાલે સદાય ચાલતા રહેવું,
પર ઉપકારે છૂપા રહીને શોબાજીમાં ના પડવું.

એક શિવ છે, એક શક્તિ છે, તત્ત્વ કદી ના જુદું,
જેને જે ફાવે તે ભજવું, સાચા માનવ બનવું.