વતન એટલે / નટવર કુબેરદાસ પંડ્યા

વતન એટલે છેવટે તો એક છાંયડી; છાંયડીને બાનો ચહેરો : વતનને બાનો ચહેરો; ઘર એટલે તુલસીનું માંજેરવાળું કૂંડું, કૂંડામાં સાંજનો દીવો, દીવો એટલે શીળી આભા, આભાને બાનો ચહેરો, ઘરને બાનો ચહેરો; પર્વ એટલે બાના હાથનો સાથિયો, સાથિયો એટલે ઉમરા આગળના કંકુના મોટા ચાંલ્લા, ચાંલ્લો એટલે બાના ભાલનું અખંડ સૌભાગ્ય, ચાંલ્લાને બાનો ચહેરો; પર્વ એટલે બાનો… Continue reading વતન એટલે / નટવર કુબેરદાસ પંડ્યા

જરીક જ વધુ / નટવર કુબેરદાસ પંડ્યા

બાઈ રે! જરીક જ જો વધુ વેઠે! આ રહ્યું એનું મકાન ઢૂંકડું, અહીં આગળ તરભેટે, જ્યાં તારી ધીરજ ખૂટી ને ત્યાંથી જરીક જ છેટે…બાઈ રે! થોડુંક ચાલી નાખ વધારે, આટલું તો એટલડું, અહીં તું મૂળગું ખોય, શોચ કે ત્યાં પામે કેટલડું ? કહ્યું કરે ના પાય તોય જા કાય ઘસડતી પેટે…બાઈ રે! એ ગમથી આવ્યા… Continue reading જરીક જ વધુ / નટવર કુબેરદાસ પંડ્યા

તૃણ અને તારકો વચ્ચે / નટવર કુબેરદાસ પંડ્યા

ઘણીય વેળા જાગી જતાં માઝમ રાતના મેં જોયા કર્યો સ્ફટિકનિર્મલ અંધકાર, ઘણા ઘણા તારક-ઓગળેલો, કો સત્વ શો ચેતન વિસ્ફુરંત, પૃથ્વી તણી પીઠ પરે ઊભા રહી; ભૂપૃષ્ઠ ને વ્યોમ વચાળ કો વસ્ત્ર શો ફર્ફરતો વિશાળ અડ્યા કરે ઝાપટ જેની રેશમી; અંધાર મેં અનુભવ્યો કંઈ વેળ પૃથ્વી પે રોમાંચના સઘન-કાનન-અંતરાલમાં વાયુ તણી લહરી શો મૃદુ મર્મરંત. આકાશના… Continue reading તૃણ અને તારકો વચ્ચે / નટવર કુબેરદાસ પંડ્યા

હું મુજ પિતા ! / નટવર કુબેરદાસ પંડ્યા

અરે, આ વેળા તો અનુભવ થયો અદભુત નવો; હતો પ્હેલી વેળા જનકહીન ગેહે પ્રવિશતો, હું જાણે કો મોટા હવડ અવકાશે પદ ધરું; બધી વસ્તુ લાગે પરિચિત જ કોઈ જનમની, અશા કૌતુકે, કો અપરિચયથી જોઈ રહું કૈં; પ્રવાસી વસ્ત્રોને પરહરી, જૂનું પંચિયું ધરું પિતા કેરું જે આ વળગણી પરે સૂકવ્યું હતું; પછી નાહી, પ્હેરું શણિયું કરવા… Continue reading હું મુજ પિતા ! / નટવર કુબેરદાસ પંડ્યા

મધુર નમણા ચ્હેરા / નટવર કુબેરદાસ પંડ્યા

મધુર નમણા ચ્હેરાઓની હવા મહીં પ્યાલીઓ ગગન કરી દે કેફે રાતું કસૂંબલ આસવે; નયન હજી તો હોઠે માંડે, પીધોય ન ઘૂંટડો, નજર ખુદ ત્યાં મારી પીવા જ શી મદિરા બની જતી લથડતી ધોરી રસ્તે પતંગ શી ફૂલ પે વદન વદને ઊડે, બેસે, પિયે મધુ, ચીકણી ઘણીય વખતે મારે એને ઉઠાડવી રે પડે, નયન મીંચીને ઢીંચ્યે… Continue reading મધુર નમણા ચ્હેરા / નટવર કુબેરદાસ પંડ્યા

વાયરે વળી જાય- / નટવર કુબેરદાસ પંડ્યા

મારું મન વાયરે વળી જાય. નાજુક નમણી થનગન થનગન વલ્લરી જેવું જાણે, રૂપ નથી રે, રંગ નથી રે, પરિચય કેવળ પ્રાણે, કાયા ગંધની ઘડૂલી છલછલ અમથી અમથી તેમ ઢળી જાય. રત રતના રાહી છો આવે, આવે છો રંક ને ભૂપ, સાર અમારો સારવી લેવા જોઈએ મંન મધુપ, પવન સમો પાલવ લઈ આવો, મનની મંજરીઝૂલ ઝરી… Continue reading વાયરે વળી જાય- / નટવર કુબેરદાસ પંડ્યા

હું જન્મ્યો છું કોઈ- / નટવર કુબેરદાસ પંડ્યા

હું જન્મ્યો છું કોઈ વિરહ તણું મીઠું દરદ લૈ ઉછેરે મારા જે ઊછરતું રહ્યું ગૂઢ ભીતરે, થતાં એનાં અંગો વિકસિત પૂરાં પુખ્ત વયનાં સમાતો ના એનો મુજ ભીતરમાં ઇન્દ્રિયગુણ; અને એણે એની વયરુચિ પ્રમાણે નજરનું પ્રસારીને લાળે ચીકણું ચીકણું જાળું સઘળે ગ્રહી, ચાખી વસ્તુ નવી નવી, અને થૂથુ કરીને થૂંકી નાખી છે રે; વળી વધી… Continue reading હું જન્મ્યો છું કોઈ- / નટવર કુબેરદાસ પંડ્યા

રામની વાડીએ / નટવર કુબેરદાસ પંડ્યા

રામની ભોંયમાં રામની ખેતરવાડીએ જી, આપણા નામની અલગ છાપ ન પાડીએ જી. જગને ચોક ચબૂતરે વેરી રામધણીની જુવાર, તે પર પાથરી બેઠો તું તો ઝીણી પ્રપંચની જાળ; ધર્માદાચણથી પંખી ન ઉડાડીએ જી. રામની વાડી ગામ આખાની, હોય ન એને વાડ, બાંધ જો તારું ચાલતું હોય તો આભને આડી આડ; વાડ કરી આ ક્ષિતિજ ના વણસાડીએ… Continue reading રામની વાડીએ / નટવર કુબેરદાસ પંડ્યા

વળાવી બા આવી / નટવર કુબેરદાસ પંડ્યા

રજાઓ દિવાળી તણી થઈ પૂરી, ને ઘર મહીં દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની. વસેલાં ધંધાર્થે દૂરસુદૂર સંતાન નિજનાં જવાનાં કાલે તો, જનકજનની ને ઘર તણાં સદાનાં ગંગામાસ્વરૂપ ઘરડાં ફોઈ, સહુએ. લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા, ઉવેખી એને સૌ જરઠ વળી વાતે સૂઈ ગયાં. સવારે ભાભીનું… Continue reading વળાવી બા આવી / નટવર કુબેરદાસ પંડ્યા

ઈશ્વરીય પ્રેમ / ધ્રુવ જોશી

ઊંચા મેરુ ને ઊંચાં આભલાં રે લોલ, તેથી ઊંચું છે ઈશધામ રે ઈશ્વરનો પ્રેમ કદી, નહીં ખૂટે રે લોલ. જગમાં પ્રસરેલ એની ડાળીઓ રે લોલ પ્રેમ તણાં વૃક્ષ ચારે કોર રે. …ઈશ્વરનો પ્રેમ. માતા સ્વરૂપે મીઠો છાંયડો રે લોલ જગમાં અનેરી એની છાંય રે. …ઈશ્વરનો પ્રેમ. પિતા સ્વરૂપે પ્રેમે પોષતો રે લોલ હાથમાં અનેરું એનું… Continue reading ઈશ્વરીય પ્રેમ / ધ્રુવ જોશી