જુગતી તમે જાણી લેજો / ગંગાસતી

જુગતી તમે જાણી લેજો પાનબાઈ ! મેળવો વચનનો એક તાર, વચન રૂપી દોરમાં સુરતાને બાંધો, ત્યારે મટી જશે જમનો માર – ભાઈ રે ! જુગતી જાણ્યા વિના ભગતી નૈ શોભે. મરજાદ લોપાઈ ભલે જાય. ધરમ અનાદિયો જુગતીથી ખેલો જુગતીથી અલખ તો જણાય…. જુગતી. ભાઈ રે ! જુગતીથી સેજે ગુરુપદ જડે પાનબાઈ ! જુગતીથી તાર જોને… Continue reading જુગતી તમે જાણી લેજો / ગંગાસતી

જીવ ને શિવની થઈ એકતા / ગંગાસતી

જીવ ને શિવની થઈ એકતા ને પછી કહેવું નથી રહ્યું કાંઈ રે, દ્વાદશ પીધો જેણે પ્રેમથી ને તે સમાઈ રહ્યો સુનની માંય રે … જીવ ને. તમે હરિ હવે ભરપૂર ભાળ્યા ને વરતો કાયમ ત્રિગુણથી પાર રે, રમો સદા એના સંગમાં ને સુરતા લગાડો બાવન બાર રે … જીવ ને. મૂળ પ્રકૃતિથી છૂટી ગયા ને… Continue reading જીવ ને શિવની થઈ એકતા / ગંગાસતી

ચક્ષુ બદલાણી ને / ગંગાસતી

ચક્ષુ બદલાણી ને સુવાંત વરસી, ને ફળી ગઈ પૂરવની પ્રીત રે. ટળી ગઈ અંતરની આપદા, ને પાળી સાંગોપાંગ રૂડી રીત રે … ચક્ષુ. નાભિકમળમાંથી પવન ઉલટાવ્યો, ને ગયો પશ્ચિમ દિશામાંહ્ય રે, સુસ્તી ચડી ગઈ સૂનમાં, ને ચિત્ત માંહી પુરૂષ ભાળ્યા ત્યાંય રે … ચક્ષુ. અવિગત અલખ અખંડ અવિનાશી રે અવ્યકતા પુરૂષ અવિનાશી રે, બાળીને સુરતા… Continue reading ચક્ષુ બદલાણી ને / ગંગાસતી

ગંગા સતી જ્યારે સ્વધામ ગયા / ગંગાસતી

ગંગા સતી જ્યારે સ્વધામ ગયા ત્યારે પાનબાઈને થયો અફસોસ રે, વસ્તુને વિચારતાં આનંદ ઉપજ્યો ને મટી ગયો મનનો સર્વે શોક રે … ગંગા સતી અંતરમાં બદલ્યું ને નિર્મળ થઈને બેઠાં સંકલ્પ સમરું ચિત્તમાંહી રે, હાણ ને લાભની મટી ગઈ કલ્પના બ્રહ્માનંદ ખીલી ગયો ચિત્તમાંહ્ય રે … ગંગા સતી જ્યાં રે જોવે ત્યાં હરિ હરિ ભાળીયા… Continue reading ગંગા સતી જ્યારે સ્વધામ ગયા / ગંગાસતી

કાળધર્મ ને સ્વભાવને જીતવો / ગંગાસતી

કાળધર્મ ને સ્વભાવને જીતવો, રાખવો નહિ અંતરમાં ક્રોધ રે સમાનપણેથી સર્વેમાં વર્તવું, ને ટાળી દેવો મનનો વિરોધ રે … કાળધર્મ. નિર્મળ થઈને કામને જીતવો, ને રાખવો અંતરમાં વૈરાગ રે, જગતના વૈભવને મિથ્યા જાણી, ને ટાળી દેવો દુબજાનો ડાઘ રે … કાળધર્મ. આલોક પરલોકની આશા તજવી, ને રાખવું અભ્યાસમાં ધ્યાન રે, તરણા સમાન સહુ સિદ્ધિઓને ગણવી,… Continue reading કાળધર્મ ને સ્વભાવને જીતવો / ગંગાસતી

કળજુગ આવ્યો હવે કારમો / ગંગાસતી

કળજુગ આવ્યો હવે કારમો રે, તમે સુણજો નર ને નાર, ભક્તિ ધરમ તે માંહે લોપાશે, રહેશે નહિ તેની મર્યાદ …. કળજુગ. ગુરુજીના કીધાં ચેલો નહીં માને ને ઘેરઘેર જગાવશે જ્યોત નર ને નારી મળી એકાંતે બેસશે, ને રહેશે નહિ આત્મ ઓળખાણ … કળજુગ. વિષયના વેપારમાં ગુરુજીને વામશે, જૂઠાં હશે નર ને નાર, આડ ધરમની ઓથ… Continue reading કળજુગ આવ્યો હવે કારમો / ગંગાસતી

એકાગ્ર ચિત્ત કરી સાંભળો / ગંગાસતી

એકાગ્ર ચિત્ત કરી સાંભળો રે પાનબાઈ, મોટો કહું છું ઇતિહાસ રે, એ ઇતિહાસ સાંભળશો ત્યારે પ્રગટશે પૂર્ણ વિશ્વાસ રે … એકાગ્ર મનવાણીથી પરની વૃત્તિ જેણે, મોહજીત એવું એનું નામ રે, ભજન કરે આઠે પ્હોર હરિનું, લે છે નિરંતર નામ રે … એકાગ્ર વેદ કરે છે જેનાં વખાણ ને જે ખોજ્યો ન આવે હાથ રે, બેહદની… Continue reading એકાગ્ર ચિત્ત કરી સાંભળો / ગંગાસતી

આદિ અનાદિ છે વચન પરિપૂર્ણ / ગંગાસતી

આદિ અનાદિ છે વચન પરિપૂર્ણ વચનથી અધિક નહીં કાંઈ રે, વચન જાણ્યા થકી શુદ્ધ પ્રેમ જાગે ને સુરતા નિર્ગુણમાં સમાય રે … આદિ અનાદિ કર્મકાંડ એને નડે નહીં જેને આવ્યો વચનનો વિશ્વાસ રે, પગલું ભરે પણ વચન તપાસે ને થઈ રહે ગુરુજીના દાસ રે … આદિ અનાદિ જનક વિદેહી ભૂલી ગયો ને દીધો જેણે પેઘડે… Continue reading આદિ અનાદિ છે વચન પરિપૂર્ણ / ગંગાસતી

અસલી જે સંત હોય તે / ગંગાસતી

અસલી જે સંત હોય તે ચળે નહીં કોઈ દિ કપટ નહીં મન માંહ્ય જી, ગુરુજીના વચનોને પરિપૂર્ણ સમજે પ્રજ્ઞી પુરુષ કહેવાય જી. દેહ રે મૂકે પણ વચન તૂટે નહીં ને ગુરુજીના વેચાયે વેચાય જી બ્રહ્માદિક આવી જેના પારખાં રે લેવે તોયે આ મરજીવા જીવી જાય જી … અસલી જે સંત. અમરીયા બની જે નિતનિત ખેલે… Continue reading અસલી જે સંત હોય તે / ગંગાસતી

અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં / ગંગાસતી

અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં ને ન રહેવું ભેદવાદીની સાથ રે કાયમ રહેવું એકાંતમાં ને માથે સદગુરુજીનો હાથ રે … અભ્યાસ જાગ્યા પછી તીરથ વ્રત પછી કરવા નહીં ને ન કરવા સદગુરુના કરમ રે, એવી રે ખટપટ છોડી દેવી જ્યારે જણાય માંહ્યલાનો મરમ … અભ્યાસ જાગ્યા પછી હરિમય જ્યારે આ જગતને જાણ્યું ત્યારે પ્રપંચથી… Continue reading અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં / ગંગાસતી