વીજળીને ચમકારે મોતીડાં પરોવો / ગંગાસતી

વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઇ ! નહિતર અચાનક અંધારા થાશે જી; જોત રે જોતાંમાં દિવસો વહી જશે પાનબાઇ ! એકવીસ હજાર છસોને કાળ ખાશે જી … વીજળીને ચમકારે જાણ્યા રે જેવી આ તો અજાણ છે રે વસ્તુ પાનબાઇ ! અધૂરિયાને નો કે’વાય જી, ગુપત રસનો આ ખેલ છે અટપટો, આંટી મેલો તો સમજાય જી… Continue reading વીજળીને ચમકારે મોતીડાં પરોવો / ગંગાસતી

સાનમાં રે શાન તમને ગુરુજીની કહું / ગંગાસતી

સાનમાં રે શાન તમને ગુરુજીની કહું પાનબાઈ ઉપજે આનંદ કેરા ઓઘ રે, સિદ્ધ અનુભવ જેના ઉરમાં પ્રગટે ને મટી જાય માયા કેરો ક્ષોભ રે … સાનમાં રે ચૌદ લોકથી વચન છે ન્યારું પાનબાઈ એની તો કરી લો ઓળખાણ રે, યથાર્થ બોધ વચનનો સુણો પાનબાઈ મટી જાય મનની તાણવાણ રે … સાનમાં રે વચન થકી ચૌદ… Continue reading સાનમાં રે શાન તમને ગુરુજીની કહું / ગંગાસતી

યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગો / ગંગાસતી

યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગો, ને આદરો તમે અભ્યાસ રે, હરિ ભાળવા હોય તો હિંમત રાખો, જેનો પરિપૂર્ણ સર્વમાં વાસ રે … યોગી. રજોગુણી તમોગુણી આહાર ન કરવો, ને સ્વપ્ને ન કરવી આશ રે, સત્વગુણી આહાર કાયમ કરવો જેથી, થાય બેઉ ગુણનો નાશ રે … યોગી. સત્વગુણમાં ભેદ છે મોટો, એક શુદ્ધ, બીજો મલિન… Continue reading યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગો / ગંગાસતી

મનડાને સ્થિર કરે જાગીને જાણે / ગંગાસતી

મનડાને સ્થિર કરે જાગીને જાણે ભલે વર્તે ઈ સંસાર વહેવાર માંહ્ય રે ભીતર જગાડ્યા જેણે માંહ્યલાને માણ્યો એણે માયા કરે નહીં કાંઈ રે … મનડાને. અભ્યાસ આદર્યો ને ભ્રમણાઓ ભાંગી આનંદ ઉપજ્યો અપાર રે આઠેય પહોર એ તો મસ્ત થઈને રહે સાધી સાહેબ સાથે તાર રે… મનડાને. સત વસ્તુમાં જેનું ચિતડું બળી ગયું ને ચારે… Continue reading મનડાને સ્થિર કરે જાગીને જાણે / ગંગાસતી

મન વૃત્તિ જેની સદાય નિર્મળ / ગંગાસતી

મન વૃત્તિ જેની સદાય નિર્મળ પડે નહીં ભવસાગર માંહ્ય રે, સદગુરૂના ચરણમાં ચિત્ત મળી ગયું લાગે નહીં માયા કેરી છાંય રે ….મન વૃતિ જેની પિતૃ ગ્રહ દેવતા કોઈ નડે નહીં જેનું બંધાણું વચનમાં ચિત્ત રે આવરણ એને એકે નહીં આવે વિપરિત નથી જેનું મન રે …. મન વૃતિ જેની અંતરની આપદા સર્વે મટી ગઈ જેને… Continue reading મન વૃત્તિ જેની સદાય નિર્મળ / ગંગાસતી

ભક્તિ હરિની પદમણી પ્રેમદા / ગંગાસતી

ભક્તિ હરિની પદમણી પ્રેમદા પાનબાઈ, રહે છે હરિ એની પાસ રે, એવી રે ભક્તિ ક્યારે ઉરમાં આવે, જ્યારે થાવ સદગુરુના દાસ રે … ભક્તિ હરિની અભયભાવના લક્ષણ બતાવું તે, સુણો તમે એકાગ્રચિત્ત રે, એનાં રે લક્ષણ સાંભળતા પાનબાઈ, અભયભાવ ચિત્તમાં પ્રગટાય રે … ભક્તિ હરિની સદગુરુ વચનમાં સુરતાને રાખો, તો હું ને મારું મટી જાય… Continue reading ભક્તિ હરિની પદમણી પ્રેમદા / ગંગાસતી

પ્રેમલક્ષણા ભક્તિ જેને પ્રગટી / ગંગાસતી

પ્રેમલક્ષણા ભક્તિ જેને પ્રગટી તેને કરવું પડે નહીં કાંઈ રે, સદગુરુ વચનની છાયા પડી ગઈ તેને અઢળક પ્રેમ ઉરમાંય રે … પ્રેમલક્ષણા પ્રેમલક્ષણા ભક્તિ શબરીએ કીધી ને હરિએ આરોગ્યાં એંઠા બોર રે, આવરણ અંતરમાં એકે નહીં આવ્યું ને ચાલ્યું નહીં ત્યાં યમનું જોર રે … પ્રેમલક્ષણા પ્રેમ પ્રગટ્યો વિદુરની નારી ને ભૂલી ગઈ દેહ કેરું… Continue reading પ્રેમલક્ષણા ભક્તિ જેને પ્રગટી / ગંગાસતી

પદમાવતીના જયદેવ સ્વામી / ગંગાસતી

પદમાવતીના જયદેવ સ્વામી તેનો પરિપૂર્ણ કહું ઈતિહાસ રે, એકાગ્ર ચિત્તે તમે સાંભળજો પાનબાઈ, એ તો થયાં હરિનાં દાસજી … પદ્માવતીના. ગીત ગોવિંદનું જયદેવે કીધું, જેનું નામ અષ્ટપદી કહેવાયજી, પદ પદ પ્રતે ભક્તિરસ પ્રગટ્યો, જેથી પદમાવતી સજીવ થાયજી … પદ્માવતીના. ગોપીયું ને કૃષ્ણની લીલા લખતાં, જયદેવ રહ્યા જોને સમાય જી, સ્વહસ્તે આવીને ગોવિંદ લખી ગયા, પ્રત્યક્ષ… Continue reading પદમાવતીના જયદેવ સ્વામી / ગંગાસતી

નવધા ભક્તિમાં નિર્મળ રહેવું / ગંગાસતી

નવધા ભક્તિમાં નિર્મળ રહેવું ને રાખવો વચનનો વિશ્વાસ રે સતગુરુને પૂછીને પગલાં રે ભરવાં ને થઈને રહેવું એના દાસ રે … નવધા ભક્તિમાં રંગ ને રૂપમાં રમવું નહીં ને કરવો ભજનનો અભ્યાસ રે, સતગુરુ સંગે નીર્મળ રહેવું ને તજી દેવી ફળ કેરી આશ રે …. નવધા ભક્તિમાં દાતા ને ભોક્તા હરિ એમ કહેવું ને રાખવું… Continue reading નવધા ભક્તિમાં નિર્મળ રહેવું / ગંગાસતી

ઝીલવો જ હોય તો રસ / ગંગાસતી

ઝીલવો જ હોય તો રસ ઝીલી લેજો પાનબાઈ, પછી પસ્તાવો થાશે રે; અગમ અગોચર રસનું નામ છે, એ તો પુરણ અધિકારીને ઠેરાશે … ઝીલવો જ હોય માન રે મેલ્યા પછી રસ તમને મળશે પાનબાઈ! જુઓને વિચારી તમે મનમાં રે, દૃશ્ય પદારથ નથી રે’વાના પાનબાઈ, સુણો ચિત્ત દઈને વચનમાં રે… ઝીલવો જ હોય. આ તો ગુંજાનો… Continue reading ઝીલવો જ હોય તો રસ / ગંગાસતી