કઠણ ચોટ છે કાળની રે, મરણ મોટેરો માર; કંઇક રાજા ને કંઇક રાજિયા, હાં રે મેલી ચાલ્યા સઁસાર. હેતે હરિરસ પીજીએ…. સંસાર ધુમાડાના બાચકા રે, સાથે આવે ન કોઇ; રંગ પતંગ નો ઉડી જશે, હાં રે જેમ આકડાનુ નૂર હેતે હરિરસ પીજીએ…. કેના છોરુ ને કેના વાછરું કેના માય ને બાપ? અઁતકાળે જાવુ એકલુ ,… Continue reading હેતે હરિરસ પીજીએ…. / ધીરા પ્રતાપ બારોટ
Category: ધીરા પ્રતાપ બારોટ
મરણ દુ:ખ અતિ કારમું રે / ધીરા પ્રતાપ બારોટ
મરણ દુ:ખ અતિ કારમું રે, મરણ મોટેરો માર , કંઇક રાજા ને કંઇક રાજિયા છોડી ચાલ્યા દરબાર તે હરિનો રસ પીજિયે. સંસાર ધૂવાડાના બાચકાને સાથે આવે નહીં કોઇ, રંગ પતંગનો ઊડી જાશે ને રે’શે જોનારા રોઇ…. તે હરિનો ….. કોના છોરૂ ને કોના વાછરૂ, કોના મા ને બાપ એમાંથી કોઇ નહીં ઉગરે જાશે બુઢ્ઢાને બાળ…… Continue reading મરણ દુ:ખ અતિ કારમું રે / ધીરા પ્રતાપ બારોટ
તરણા ઓથે ડુંગર / ધીરા પ્રતાપ બારોટ
તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં; અજાજૂથ માંહે રે, સમરથ ગાજે સહી સિંહ અજામાં કરે ગર્જના, કસ્તુરી મૃગરાજન્ , તલને ઓથે જેમ તેલ રહ્યું છે, કાષ્ઠમાં હુતાશન; દધિ ઓથે ધૃત જ રે, વસ્તુ એમ છૂપી રહી તરણા ઓથે ડુંગર રે…. કોને કહું ને કોણ સાંભળશે? અગમ ખેલ અપાર, અગમ કેરી ગમ નહીં રે,… Continue reading તરણા ઓથે ડુંગર / ધીરા પ્રતાપ બારોટ
ખબરદાર ! મનસૂબાજી… / ધીરા પ્રતાપ બારોટ
ખબરદાર ! મનસૂબાજી, ખાંડાની ધારે ચડવું છે હિંમત હથિયાર બાંધી રે, સત્ય લડાઈએ લડવું છે ખબરદાર ! મનસૂબાજી… એક ઉમરાવને બાર પટાવત, એક એક નીચે ત્રીસ ત્રીસ એક ધણીને એક ધણિયાણી એમ, વિગતે સાત ને વીશ સો સરદારે ગઢ ઘેર્યો રે, તેને જીતી પાર પડવું છે ખબરદાર ! મનસૂબાજી… પાંચ પ્યાદલ તારી પૂંઠે ફરે છે,… Continue reading ખબરદાર ! મનસૂબાજી… / ધીરા પ્રતાપ બારોટ