વારી વારી જાઉં રે; મારા નાથનાં નેણાં ઉપર વારી-ઘોળી જાઉં રે; વારી વારી જાઉં રે મારા નાથનાં નેણાં ઉપર ઘેર ગંગા ને ગોમતી મારે, શીદ રેવાજી જાવું રે ? અડસઠ તીરથ મારા ઘરને આંગણે, નત તરવેણી ના’વું રે. – વારી શીદને કરું એકાદશી, શીદ ત્રીજે ટંક ખાઉં રે ? નાથ મારાનાં નેણાં નીરખી, હું તો… Continue reading વારી વારી જાઉં રે / દાસી જીવણ
Category: દાસી જીવણ
મોરલો મરતલોકમાં આવ્યો / દાસી જીવણ
મોર, તું તો આવડાં તે રૂપ ક્યાંથી લાવ્યો; મોરલો મરતલોકમાં આવ્યો. લાલ ને પીળો મોરલો અજબ રંગીલો; વર થકી આવે વેલો; સતી રે સુહાગણ સુંદરી રે; સૂતો તારો શે’ર જગાયો રે; મોરલો મરતલોકમાં આવ્યો.- મોર, તું તો.. ઇંગલા ને પિંગલા મેરી અરજું કરે છે રે; હજી રે નાથજી કેમ ના’વ્યો; કાં તો શામળીયે છેતર્યો ને… Continue reading મોરલો મરતલોકમાં આવ્યો / દાસી જીવણ
બંગલાનો બાંધનાર / દાસી જીવણ
આ બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ; ભાડૂતી બંગલો કોણે રે બનાવ્યો ?… લોઢું નથી કાંઈ લાકડું નથી એમાં; નથી ખીલા નથી ખીલીઓ મારા ભાઈ… ભાડૂતી બંગલો ઈંટો નથી કાંઈ ચૂનો રે નથી એમાં; નથી સિમેન્ટ નથી રેતી મારા ભાઈ… ભાડૂતી બંગલો આ રે બંગલામાં દસ દસ દરવાજા; નવસો નવાણું એમાં બારી મારા ભાઈ… ભાડૂતી બંગલો… Continue reading બંગલાનો બાંધનાર / દાસી જીવણ
દયા કરીને મુંને પ્રેમે પાયો (પ્યાલો) / દાસી જીવણ
પીધેલ છે ભરપૂર, પ્યાલો મેં પીધેલ છે ભરપૂર દયા કરીને મને પ્રેમરસ પાયો, નેનુમેં આયા નૂર પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. નૂરન સૂરતની સાન ઠેરાણી રે, બાજત ગગનામેં તૂર રોમે રોમ રંગ લાગી રિયા તો નખશિખ પ્રગટ્યા નૂર. પ્યાલો… સ્થાવર જંગમ જળ સ્થળ ભરિયો રે, ઘટમાં ચંદા ને સૂર ઘટોઘટ માંહી રામ રમતા બીરાજે, દિલ… Continue reading દયા કરીને મુંને પ્રેમે પાયો (પ્યાલો) / દાસી જીવણ
અજવાળું હવે અજવાળું / દાસી જીવણ
અજવાળું, હવે અજવાળું ગુરુ આજ તમ આવ્યે રે મારે અજવાળું. સતગુરુ શબ્દ જ્યારે શ્રવણે સુણાવ્યો, ભેટ્યા ભીમ ને ભાંગ્યું ભ્રમનું તાળું. – ગુરુ આજ જ્ઞાન ગરીબી, સંતની સેવા, પ્રેમભક્તિનો સંગ હવે પાળું. – ગુરુ આજ ખીમ ને ભાણ રવિ રમતા રામા, તે જ તત્વમાં ગુરુ, તમને ભાળું. – ગુરુ આજ દાસી જીવણ સત ભીમનાં ચરણાં,… Continue reading અજવાળું હવે અજવાળું / દાસી જીવણ