યાદ છે? / જિગર જોષી

યાદ છે? તારે શું થવાનું છે? ભીંત તોડી ને ઊગવાનું છે. ફ્ક્ત આંખો સુધી જવાનું છે? કે પછી એમાં ડૂબવાનું છે? પાને પાને છે ઝેર પુસ્તકમાં, પાને પાનું આ ચૂમવાનું છે. જે છે એનું કશું જ મૂલ્ય નથી! જે નથી એનું ઝૂરવાનું છે. સ્હેજ આંખો હજી તું ખોલ ‘જિગર’! આંસુને પાછું મૂકવાનું છે.

પાણીનો ફોટો છે? / જિગર જોષી

હજુ અંધાર આઘો થાય એવો એક રસ્તો છે, જુઓ સામે ત્યાં દુશ્મનના ઘરે એક જલતો દીવો છે. મને પણ ખ્યાલ છે કે બંધ છે વરસોથી એ બારી, નિખાલસતાથી કહું છું કે ફકત ધક્કો જ ખાવો છે. કવિતામાં કોઇ ક્યાં કૈંજ પોતીકું લઈ આવ્યા? હકીકતમાં તો આ સઘળું “કોઇ પડઘાનો પડઘો છે.” ન કર તું વાત… Continue reading પાણીનો ફોટો છે? / જિગર જોષી

થોડાંક પ્રશ્નો / જિગર જોષી

મારે પૂછવા છે એક બે સવાલ મમ્મીને પહેલેથી લાંબો આ ચોટલો ને પપ્પાને માથે કેમ ટાલ? મારે પૂછવા છે એક બે સવાલ એવું કેમ ? પાણીના ભારથી આ વાદળાઓ કોઇ દિવસ થાય નહીં ભફ? આખો દિ’ પાણીની સાથે એ રમે એને થાય નહીં શરદી ને કફ ? પેન્સિલ આ રોવા કેમ મંડતી નહીં હોય જ્યારે… Continue reading થોડાંક પ્રશ્નો / જિગર જોષી

ક્યારેક તો થાતું કે… / જિગર જોષી

ક્યારેક તો થાતું કે રાતના કલરને હું બ્લેકમાંથી બ્લ્યુ કરી નાખું બીક પછી લાગે નહિ ; ચોટલીથી પકડીને રાતને હું ખિસ્સામાં રાખું રાત એ તો આકાશની ફાટેલી ચાદર જ્યાં તારાઓ હાઉકલી કરતાં દાંત હશે કાઢતા એ જોક્સ કોઇ સાંભળીને – આપણને લાગે ટમટમતાં ભાઇબંધને સાથ લઈ વાદળની ટ્રેન લઈ ઘૂમવું છે આભ આખેઆખું ક્યારેક તો… Continue reading ક્યારેક તો થાતું કે… / જિગર જોષી

ઓસરીને લાગ્યો અહાંગરો / જિગર જોષી

ઓસરીને લાગ્યો અહાંગરો સથવારો દેવા મુને હીંચકો તો રહ્યો નથી – કરશે કોણ હાય રે ! ઉજાગરો? ઓસરીને લાગ્યો અહાંગરો ઓસરીની છાતીમાં માળો બાંધીને આમ ઉડી ગયું કોઇ અગમ પાંખે ડેલીનો પ્હાડ વટી આથમતા સૂરજને જોયો છે સાવ સગી આંખે ટૂંટિયું વાળીને સાવ સૂનમૂન બેઠો છે ફળિયાના ઝાડ પાસે વાયરો ઓસરીને લાગ્યો અહાંગરો સેંથો ભૂંસાય… Continue reading ઓસરીને લાગ્યો અહાંગરો / જિગર જોષી

અલખ નિરંજા / જિગર જોષી

અહો અહર્નિશ અસલ ઉઠી અહાલેક અલખ નિરંજા, ભુવનત્રંય રુંવું રુંવું પ્રસરંતી ભગવા રંગી સુગંધા. અરધ-પરધ કે અલપ ઝલપ નહીં – છે એવી ઉતકંઠા, ત્રેવડ હો તો ભલે છાતીએ દરદ દિયે નવરંગા. મનસમદરમાં એ જ વિચારે અઢળક ઉઠે તરંગા, લખ્યું આયખું જેણે એણે લખ્યું નહીં લિખિતંગા. દરશન થાઓ એવા ગુણીજન કહીએ ચેતનવંતા, અસ્ત, ઉદય, સર્જન વ… Continue reading અલખ નિરંજા / જિગર જોષી

સન્નાટો / જિગર જોષી

આખ્ખા ઘરમાં માર્યો આંટો, કોણ મળ્યું કહું? હા, સન્નાટો. તું અલ્યા ! એક છે પરપોટો, તને ફોડવા – વાટાઘાટો!? ફૂલ જરા એ રીતે ચૂંટો, મ્હેક ઉપર ના પડે લીસોટો. ભીંતમાં આજે પ્રાણ પૂર્યા મેં, ટાંગી દીધો તારો ફોટો. એને તો મનમાં’ય નથી કંઇ, હું મૂંઝાયો ખોટેખોટો.

રોજ રોજ જાત થોડી ખોલીએ? / જિગર જોષી

રોજ રોજ જાત થોડી ખોલીએ? છેલ્લેરાં શ્વાસ સુધી પડઘાતું જાય સતત બોલીએ તો એવું કંઇ બોલીએ. રેષો ઉકેલિયો તો રેષાઓ જન્મ્યાં ને જન્મ્યાં કંઇ ગાંઠ તણાં ગામ આમ ગામ આખું’યે રેષાથી બાંધેલું ઝીણવટિયું જાણે કોઇ કામ જાણતલ ભેરું એક લાગ્યો છે હાથ કીધું આમ નહીં આમ કરી ખોલીએ… અંધારું થાય તયેં દીવો મૂંઝાય નહીં ;… Continue reading રોજ રોજ જાત થોડી ખોલીએ? / જિગર જોષી

બારી દેખાય છે / જિગર જોષી

આ હમણાં જ આવ્યું મને વાંચવામાં, કે પંખી પડ્યું – ઠેસ વાગી હવામાં. તમે પ્રેમથી રોજ પૂછો છો કિંતુ, કહો કાયમી ક્યાંથી રહેવું મજામાં? હરણ આજીવન હાંફતું રહી ગયું ને, તમે થઈ ગયા ડોક્ટરેટ ઝાંઝવામાં. સુથારીને પૂછશો તો એવું જ કે’શે, મને બારી દેખાય છે ઝાડવામાં. એ દરિયાની ઉંડાઈ જાણી ગયો છે, મને એટલે રસ… Continue reading બારી દેખાય છે / જિગર જોષી

અમે દરિયાના ફેન / જિગર જોષી

અમે જોયું છે સાવ સગી આંખે દરિયાનો ઓટોગ્રાફ આપવાને આવે છે મોજાંઓ રોજ રોજ કાંઠે એને જોવાને જઇએ ભાઇ સાંજકના રોજ અમે દરિયાના પહેલેથી ફેન રેતીને સ્પર્શીએ તો ફૂટે છે ગીત અને અંગૂલી થઈ જાયે પેન છીપલાના ઓરડાથી શબ્દોના મોતીડા ઝીણું ઝીણું રે સ્હેજ ઝાંકે અમે જોયું છે સાવ સગી આંખે દરિયાનો ઓટોગ્રાફ આપવાને આવે… Continue reading અમે દરિયાના ફેન / જિગર જોષી