ચાલો ચેલા / ધ્રુવ જોશી

ચાલો ચેલા છાનું છપનું આડૂ ટેડૂ કરીએ, બાબા બાપુ-સાંઈ-ગુરુ થઈ, ઈશ્વરને છેતરીએ. ચાલો આપણે ફાર્મ હાઉસને, આશ્રમ ડિક્લેર કરીએ, બાબા-બાબા કરતા સૌને, ભોગાસન શીખવીએ. ચોરાહે બેસાડી જાણે, ગરીબ માંગણ માંગે, કેદ કરીને દેવ-દેવીને, કાચની જેલમાં પૂરીએ. સત્સંગના વાધા પહેરીને, શિકાર રોજે કરીએ, કુટિયામાં કોડિયું કચડી, કૅન્ડલ ડીનર કરીએ. આજ બાપડો થૈને બેઠો કારાગારમાં ખૂણે, ધડો… Continue reading ચાલો ચેલા / ધ્રુવ જોશી

સૂતો નથી / ધ્રુવ જોશી

એવું બને દરરોજ કે, આરામથી સૂતો નથી, તારી મધુરી યાદમાં રાતેય, હું સૂતો નથી. સાથી તમારો સાથ માગ્યો, હાથ ઝાલી ચાલવા, શાને તમે નારાજ છો એ દર્દથી સૂતો નથી. ઉજાશ ક્યારે આથમ્યો ને, રાત થઈ આકાશમાં, બંદી કમળના ફૂલમાં, દ્વિરેફ થઈ સૂતો નથી. આ જિંદગી ના જિંદગી, ગોતું તને વેરાનમાં, એકાંતમાં થઈ પ્રેરણા, આવો કદી… Continue reading સૂતો નથી / ધ્રુવ જોશી

ચાંદની મધરાત / ધ્રુવ જોશી

શોધતી હું શ્યામ મ્હારો પાંપણોની ઓથમાં, રાત જાગું બંધ આંખે બાવરી ના ચેનમાં. રાસ ખેલે ચાંદ સંગે તારલાઓ આભમાં, રાહ જોતી હું તપું છું ચાંદની મધરાતમાં. ફૂલ જેવા શૂળ લાગે સાથ ત્હારી ચાલતાં, દિલ ગાએ ગૂલ જાણે પ્રેમના બાગાનમાં. મૂક વાણી સૂણ ક્‍હાના ખૂબ ભીની ભાવમાં, વાંસળીમાં ફૂંક મારો પ્રેમના આલાપમાં. પ્રેમનાં આંસુ ભરેલા આંખના… Continue reading ચાંદની મધરાત / ધ્રુવ જોશી

જીવન સફર / ધ્રુવ જોશી

આપજે તું પ્રેમ જગને ધાવ છો આપે તને, ખૂબ તપતો તોય સાગર વાદળીને ઠારતો. લેપ કરજે પ્રેમનો તું ડામ છો દેતા ફરે, નાગ ચંદન પાસે જઈને શીત છાંયો પામતો. પ્રેમ સાચો જાણ તેને હાલ ના જોઈ કરે, કાંપ લાવે સંગ સરિતા, તોય સાગર નાચતો. જિંદગી છે બંદગી તેની ભલા સાચી જગે, સંગ ચાલે જે સફરમાં,… Continue reading જીવન સફર / ધ્રુવ જોશી