ઈશ્વરીય પ્રેમ / ધ્રુવ જોશી

ઊંચા મેરુ ને ઊંચાં આભલાં રે લોલ, તેથી ઊંચું છે ઈશધામ રે ઈશ્વરનો પ્રેમ કદી, નહીં ખૂટે રે લોલ. જગમાં પ્રસરેલ એની ડાળીઓ રે લોલ પ્રેમ તણાં વૃક્ષ ચારે કોર રે. …ઈશ્વરનો પ્રેમ. માતા સ્વરૂપે મીઠો છાંયડો રે લોલ જગમાં અનેરી એની છાંય રે. …ઈશ્વરનો પ્રેમ. પિતા સ્વરૂપે પ્રેમે પોષતો રે લોલ હાથમાં અનેરું એનું… Continue reading ઈશ્વરીય પ્રેમ / ધ્રુવ જોશી

જનઆક્રોશ / ધ્રુવ જોશી

એક આર્યનારીના અપમાને થયું મહાભારત… પાંચ હજાર વર્ષ પહેલાં! આજે ઠેર ઠેર, દામિની પિંખાય છે… ભીષ્મપિતા તો ચૂપ જ હોય ને! પણ ભીમાર્જુન શેં શાંત છે? આતંકનું ઉદ્‍ગમસ્થાન જાણે, હતું ખાંડવવન તે ઈન્દ્રપ્રસ્થ આજે, કરી યજ્ઞને યાગ રાજધાની બનાવી નિરાધાર દિસે એ પાંડવ વિનાની!! ધર્મરાજ સમ ધર્મી ખૂબ ફરતા… “નરો વા કુંજરો વા’ને જપતા, નેતા,… Continue reading જનઆક્રોશ / ધ્રુવ જોશી

હું અને મારી કવિતા / ધ્રુવ જોશી

હું અને મારી કવિતા… સવારમાં વહેલાં મળીએ એકાંતમાં. નિરવતાના સ્પંદનો ઝીલી, અમે મૂંગા-મૂંગા વાતો કરીએ. હું અને મારી કવિતા, સિંદૂરી સાગરની ચોપાટી પર, સૂરજને ખૂંટેથી લટકતાં, તેજ દોરડાં ઝાલી ઝૂલીએ. હું અને મારી કવિતા, ઠંડા પવનમાં, સ્હેજ આંટો મારીએ, ગરમ ગરમ તાઝગીનો છૂપો-છૂપો આસ્વાદ માણીએ. હું અને મારી કવિતા ચકલાંની ચહેક, પનિહારીની ચમક, ગૌધણના રણકાર,… Continue reading હું અને મારી કવિતા / ધ્રુવ જોશી

સંતાકૂકડી રમતાં રમતાં / ધ્રુવ જોશી

સંતા-કૂકડી રમતાં રમતાં સાથીનું સંતાઈ જવું, શોધી શોધી થાક્યો, દિલમાં એનું આ છૂપાઈ જવું. આવ્યા’તા રમતા હસતા નિર્દોષ બાળક જેવું, કાશ, ભલા ના હું સમજ્યો, રમત જીવન છે સાચું. ગીતા, ભાગવત, રામાયણના શ્લોકના શબ્દો જાણું, તમે કિંતુ હળવેથી હસતા હસતા, જીવનને સમજાવ્યું. દુનિયા ચાલે, જીવન ચાલે સદાય ચાલતા રહેવું, પર ઉપકારે છૂપા રહીને શોબાજીમાં ના… Continue reading સંતાકૂકડી રમતાં રમતાં / ધ્રુવ જોશી

જીવન સારાંશ / ધ્રુવ જોશી

નામ ભલેને હોય પ્રકાશ, તોય માગતો ફરે ઉજાશ. અજ્ઞાને જીવતો બિન્દાસ, માને શરીર સાચો લિબાસ. દોડી, થાકી, થાય નિરાશ, મારગ વર્તુળ, નવ નિકાશ. પ્રમદા, મદિરા, અહમ્‍ કંકાસ, કરતો આતમનો ઉપહાસ. મૂલ્યો સાચા સ્વયં તલાશ, પ્રેમ, શાંતિ, આનંદ તરાશ. જાણ ભલા જીવન સારાંશ, તો જ સફર બનશે ઝક્કાશ.

લગન / ધ્રુવ જોશી

પર્વતથી નીકળી સાગરને મળે છે, લગન એક મંઝિલની મારગ કરે છે. સમંદરની ખારાશ, આંધી સહીને, લગન છીપલાંની જો મોતી બને છે! સહીને શિયાળો જો પર્ણો ખરે છે વસંતોના પગરણ બગીચે પડે છે. ન મારગ, ન સેતુ ન સૈન્યો શીખેલા, લગન એક સીતાની રાવણ હણે છે. ન સાધન, નહીં સાધ્ય, હેતુને જાણો, લગન એક દિલની વિજયને… Continue reading લગન / ધ્રુવ જોશી

ના હવે કંઈ આપતા / ધ્રુવ જોશી

ચાલતો હું ધ્યેય ધારી સુખ સૌનું ચાહતો, તોય શાને ફૂલ ઢાંકી કંટકો બિછાવતા? રાતના વિરાનમાં જ્યાં સ્હેજ આંખો ખોલતો, કેટલા દિસે ફરેબી પ્રેમ બૂરખો પ્હેરતા! દુઃખનો પ્રવાહ હું બંધ બાંધી રોકતો, કારવાંમાં કોક બંદા લાગ જોઈ તોડતા! તાપ લાગે મારગે પણ છાંયડો ના શોધતો, એક એની ઓઢણી છે જે તમે ના ફાડતા! ખાલી આવ્યો “ધ્રુવ’… Continue reading ના હવે કંઈ આપતા / ધ્રુવ જોશી

પાગલ પ્રેમ / ધ્રુવ જોશી

બને વાદળો વ્યાકુળ તો જ વરસે, અને પ્રેમ પાગલ બને તો જ પ્રગટે. ચઢાવો ભલે ખૂબ વાધા પ્રભુને, બની દ્રૌપદી પાટો બાંધો તો જાણે. ઝીલી ધાવ પીઠે ઝઝૂમ્યો હસીને, દબાવો કબરમાં નહીં દર્દ થાશે. અહીં ભીડમાં એક ઝાહિદ આવે, ન પીવા મધુ, એક દિદાર કાજે. પીવું છે ખુશીથી હવે જે મળે તે તમારી કૃપાથી જ… Continue reading પાગલ પ્રેમ / ધ્રુવ જોશી

યાદોની પાંખ / ધ્રુવ જોશી

ના હવે ચાલી શકું તારા વગર સંસારમાં, આપશો ના ઘૂંટ સૂરા, જામ છે એ પ્યારનો. ને ઝલક તારી વિનાએ ચેન ક્યાં છે ખ્વાબમાં, માનતા ના જાગતો છું આંખ ખુલ્લી રાખતો. ના વળી જોયા કદી મેં ઈશને મંદિરમાં, આપના દિદાર સ્વપ્ને રોજ આંખો લૂછતો. આજ એ આવ્યા નહીં, ના હુંય આવ્યો ભાનમાં, યાદ ત્યારે ધૂંટ આવ્યો,… Continue reading યાદોની પાંખ / ધ્રુવ જોશી

નશો નજરનો / ધ્રુવ જોશી

ઘણી રાત ચાલી થયા જામ ખાલી, હજી તો ઘણા ઘૂંટનું પાન બાકી. હસી હોઠથી આંખ છાની નચાવી, નશીલી નજરનો, ભરી જામ લાવી. પછી ધૂંટ પીતા વધુ પ્યાસ લાગી, કહે સાનમાં એ હજુ રાત લાંબી. ભલે હાથમાં હોય પ્યાલી અધૂરી, ફક્ર કેમ, સાકી મધુથી ભરેલી. ખરાબાત ખાલી રહી એક સાકી, નજરના નશાથી અમે પ્યાસ ઠારી