દાસી જીવણ Archive

વારી વારી જાઉં રે / દાસી જીવણ

વારી વારી જાઉં રે; મારા નાથનાં નેણાં ઉપર વારી-ઘોળી જાઉં રે; વારી વારી જાઉં રે મારા નાથનાં નેણાં ઉપર ઘેર ગંગા ને ગોમતી મારે, શીદ રેવાજી જાવું રે ? અડસઠ તીરથ મારા ઘરને આંગણે, નત તરવેણી ના’વું રે. – વારી …

મોરલો મરતલોકમાં આવ્યો / દાસી જીવણ

મોર, તું તો આવડાં તે રૂપ ક્યાંથી લાવ્યો; મોરલો મરતલોકમાં આવ્યો. લાલ ને પીળો મોરલો અજબ રંગીલો; વર થકી આવે વેલો; સતી રે સુહાગણ સુંદરી રે; સૂતો તારો શે’ર જગાયો રે; મોરલો મરતલોકમાં આવ્યો.- મોર, તું તો.. ઇંગલા ને પિંગલા …

બંગલાનો બાંધનાર / દાસી જીવણ

આ બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ; ભાડૂતી બંગલો કોણે રે બનાવ્યો ?… લોઢું નથી કાંઈ લાકડું નથી એમાં; નથી ખીલા નથી ખીલીઓ મારા ભાઈ… ભાડૂતી બંગલો ઈંટો નથી કાંઈ ચૂનો રે નથી એમાં; નથી સિમેન્ટ નથી રેતી મારા ભાઈ… ભાડૂતી …

દયા કરીને મુંને પ્રેમે પાયો (પ્યાલો) / દાસી જીવણ

પીધેલ છે ભરપૂર, પ્યાલો મેં પીધેલ છે ભરપૂર દયા કરીને મને પ્રેમરસ પાયો, નેનુમેં આયા નૂર પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. નૂરન સૂરતની સાન ઠેરાણી રે, બાજત ગગનામેં તૂર રોમે રોમ રંગ લાગી રિયા તો નખશિખ પ્રગટ્યા નૂર. પ્યાલો… સ્થાવર …

અજવાળું હવે અજવાળું / દાસી જીવણ

અજવાળું, હવે અજવાળું ગુરુ આજ તમ આવ્યે રે મારે અજવાળું. સતગુરુ શબ્દ જ્યારે શ્રવણે સુણાવ્યો, ભેટ્યા ભીમ ને ભાંગ્યું ભ્રમનું તાળું. – ગુરુ આજ જ્ઞાન ગરીબી, સંતની સેવા, પ્રેમભક્તિનો સંગ હવે પાળું. – ગુરુ આજ ખીમ ને ભાણ રવિ રમતા …