જીવન સારાંશ / ધ્રુવ જોશી

નામ ભલેને હોય પ્રકાશ,
તોય માગતો ફરે ઉજાશ.

અજ્ઞાને જીવતો બિન્દાસ,
માને શરીર સાચો લિબાસ.

દોડી, થાકી, થાય નિરાશ,
મારગ વર્તુળ, નવ નિકાશ.

પ્રમદા, મદિરા, અહમ્‍ કંકાસ,
કરતો આતમનો ઉપહાસ.

મૂલ્યો સાચા સ્વયં તલાશ,
પ્રેમ, શાંતિ, આનંદ તરાશ.

જાણ ભલા જીવન સારાંશ,
તો જ સફર બનશે ઝક્કાશ.